અમદાવાદના મણિનગર અને વટવામાં ખેલાયો ખૂની ખેલ! એક જ રાતમાં બે હત્યા થઈ

શહેર જાણે ક્રાઇમ સિટી બની રહૃાું હોય તેમ એક જ રાતમાં બે હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફલક નાઝ પઠાણ નામની યુવતીની જ્યારે વટવામાં મોહંમદ શકીલ નામના યુવકની હત્યા થઈ છે. મણિનગરમાં વિસ્તારમાં મંગેતરે જ યુવતીની હત્યા કર્યાનું સામે આવ્યું છે. હાલ અમદાવાદપોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મણિનગરની હત્યા અંગે પોલીસે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે રાતે કાંકરિયા લેકના ગેટ નંબર ૭ પાસે હત્યા નીપજાવવામાં આવી હતી. મૃતક મહિલાનું નામ ફલકનાઝ પઠાણ છે. આ યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવાને જ તેની હત્યા કરી છે. આરોપીનું નામ મહોમ્મદૃ આવેશ પઠાણ છે. આરોપીએ કોઈ કારણસર ઘાતકી પ્રહાર કરીને હત્યા નીપજાવી છે. કોટાસ્ટોનના પથ્થરની ધારદૃાર અણીના ઘા ઝીંકીને આ હત્યા નીપજાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવાની દિૃશામાં કામ કરી રહી છે.

વટવા વિસ્તારમાં થયેલી હત્યા અંગે મળતી માહિતી પ્રમાણે, વટવા ચાર માળિયામાં ૩૨ વર્ષીય મોહંમદ શકીલની હત્યા કરવામાં આવી છે. મૃતક કેટરર્સનું કામ કરતો હોવાનું જાણવા મળી રહૃાું છે. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. વટવા ખાતે આવેલા ચાર માળીયામાં એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે મોડી રાતે કરપીણ હત્યા કરવામાં આવી છે.

અમદાવાદમાં મંગળવારે રાતે પણ હત્યા થઈ હતી. જેમાં બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ નીચે એક યુવક લક્ઝરી બસમાં બેઠો હતો. તે સમયે તેને એક શખ્સે ફોન કરતા યુવકે તેને મળવા બોલાવ્યો હતો. આરોપી તેના સાગરિતો સાથે આવ્યો હતો અને યુવકને મૂઢ માર મારીને છરીથી હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું હતું. સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીએ બે લાખ ‚પિયા મૃતકને આપ્યા બાદ ઉઘરાણીને લઈને માથાકૂટ થતાં હત્યા કરી હોવાનું સામે આવ્યું