ગોધરા તાલુકાની પઢીયારના સરપંચે સત્તાનો દુરૂપયોગ કરતા હોદ્દા પરથી મુકત કરાયા

ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજીને જાહેર રસ્તા પર દબાણ કરવા, સત્તાના દુરૂપયોગ અને ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાં પોતાની એજન્સીના ખાતામાં જમાં કરાવીને નાણાંકિય ગેરરિતી આચરવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ તત્કાલ અસરથી પદ પરથી મુકત કર્યા છે. અને સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો છે.

ગોધરા તાલુકાની પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ રામસિંહ રાઉલજીને સત્તાનો દુ‚પયોગ, નાણાંકિય ગેરરિતી અને જાહેર રસ્તા પર દબાણ કરવાના ગંભીર આક્ષેપો હેઠળ જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજય વર્ગીય દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૫૭(૧)હેઠળ સરપંચ પદેથી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અરજદાર કાનાભાઈ પરમારની જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળની રજુઆત બાદ વિસ્તરણ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યુ હતુ કે, સી.સી.રોડની બંને બાજુ થયેલા દબાણો પૈકી એક દબાણ ખુદ સરપંચે પોતે કર્યુ હતુ. તલાટી કમ મંત્રી દ્વારા નોટિસ આપવા છતાં તેમણે દબાણ દુર કર્યુ ન હતુ. આ ઉપરાંત પી.જી.પોર્ટલ પર મળેલી અન્ય એક ફરિયાદ અન્વયે કરાયેલી તપાસમાં સામે આવ્યુ કે, ૧૫માં નાણાંપંચ યોજના હેઠળ હાથ ધરાયેલા વિકાસ કામોમાં સરપંચે પોતાની માલિકીની ‘જય માતાજી સપ્લાયર્સ’ નામની પેઢીના ખાતામાં રૂ.૯.૬૬ લાખ તેમજ મંજુર થયેલા નાણાંમાંથી રૂ.૨.૬૩ લાખ પોતાના વ્યક્તિગત બેંક ખાતામાં જમાં કરાવ્યા હતા. એક જ બેંક ખાતાનો ઉપયોગ કરી સરપંચ પોતે જ પ્રોપરાઈટ હોવાનુ સાબિત થતાં ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૩૦(૧)(જ)નો સીધો ભંગ થયેલો જણાયો હતો. ડીડીઓ દ્વારા સુનાવણી હાથ ધરીને સરપંચનો બચાવ અસ્વિકાર્ય ગણવામાં આવ્યો હતો. સત્તાનો દુ‚પયોગ અને શરમજનક વર્તણુંક બદલ દોષિત ઠેરવી સરપંચને તત્કાલ અસરથી પદ પરથી દુર કરી ચાર્જ ઉપસરપંચને સુપરત કરવા અને ૭ દિવસમાં રેકોર્ડ-સિકકાની કાર્યવાહી પુર્ણ કરવા આદેશ કરાયો છે.