ગાંધીનગર મનપાની ચૂંટણી પરિણામ જાહેર ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાંથી ભાજપને ૩૮ બેઠકો, કોંગ્રેસને ફાળે ૫ બેઠકો અને અપક્ષના ૧ ઉમેદવાર જીત્યા

ગાંધીનગર મનપામાં ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. જનતાએ પોતાના મતો દ્વારા નેતૃત્વની પસંદગી કરી લીધી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આવ્યો છે અને આમ આદમી પાર્ટીનો સુપડા સાફ થઈ ગયા છે.ગાંધીનગર મનપાની કુલ ૪૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું. કુલ ૪૪ બેઠકોમાંથી ભાજપે ૩૮ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ૫ બેઠકો પર બાજી મારીને પોતાનું અસ્તત્વ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ સીટ ના મળતા સૌ ચોંકી ગયું છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર ૬ માં જાવા મળ્યો છે. આ વોર્ડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસે તમામ ૪ બેઠકો પર વિજય મેળવીને ભવ્ય ‘ક્લીન સ્વીપ’ કર્યું છે. વોર્ડ નંબર ૬ માં ભાજપના ખાતામાં એક પણ બેઠક આવી નથી. બીજી બાજુ, ભાજપે વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૮, ૯, ૧૦ અને ૧૧ માં એકચક્રી શાસન જાળવી રાખતા તમામ એટલે કે ૪-૪ બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો છે.ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મોટાભાગના વોર્ડમાં દબદબો જાળવી રાખવા છતાં ભાજપને બે વોર્ડમાં નુકસાન સહન કરવું પડ્યું છે. વોર્ડ નંબર ૨માં ભાજપે ૩ બેઠકો મેળવી છે, જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. જ્યારે વોર્ડ નંબર ૭માં કુલ ૪ બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે, જ્યારે ૧ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે.

વોર્ડ નંબર ૨માં ભાજપ અને અન્ય પક્ષોની પૂરી પેનલ જીતવાને બદલે, વોર્ડ-૨ ની સીટ નંબર-૨ પર અપક્ષ ઉમેદવાર (દિપિકાબેન રાજેન્દ્રસિંહ વાઘેલા) વિજયી બન્યા, જેથી આ વોર્ડમાં પેનલ તૂટી હતી. જ્યારે વોર્ડ નંબર ૭માં પણ મિશ્ર પરિણામ આવ્યું છે. વોર્ડ નંબર ૭ની ૩ બેઠકો પર બીજેપી વિજયી રહી જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર (નગીનભાઇ જગદીશભાઇ નાડીયા) જીત્યા, જેના કારણે અહીં પણ પેનલ તૂટી હોવાનું સ્પષ્ટ થાય છે.ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પરિણામો અત્યંત નિરાશાજનક રહ્યા છે. આ ચૂંટણીમાં આપ દ્વારા ૧૧ વોર્ડમાં ૩૨ ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તમામ ૩૨ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે અને પક્ષનો વોટશેર પણ ઘટ્યો છે. અગાઉ વર્ષ ૨૦૨૧ની ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આપએ વોર્ડ નંબર ૬માં જીત મેળવીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તે વખતે વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તૂટી હતી, જેની સામે આ વખતે પક્ષ એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.

વર્ષ ૨૦૨૬ની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૧ વોર્ડમાં કુલ ૩૨ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ પરિણામો આવતા જ પક્ષ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ૧૧ વોર્ડમાં કુલ ૩૨માંથી એક પણ ઉમેદવાર જીતી શક્્યો નથી. ચૂંટણી લડેલા તમામ ૩૨એ ૩૨ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. ૨૦૨૧ની સરખામણીએ આ વખતે આમ આદમી પાર્ટીના વોટશેરમાં ભારે ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે મતદારોનો ઝુકાવ આ વખતે છછઁ તરફ રહ્યો નથી.જા વર્ષ ૨૦૨૧ની ગાંધીનગર મનપા ચૂંટણીની સરખામણી કરીએ તો Âસ્થતિ તદ્દન અલગ રહી છે. હવે વર્ષ ૨૦૨૧ની ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં ધમાકેદાર એન્ટ્રી કરીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. વોર્ડ નંબર ૬ માં ભાજપની આખી પેનલ જીતી શકી નહોતી. ભાજપમાંથી ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ હતી, જ્યારે ચોથી બેઠક પર આપના તુષાર પરીખ વિજેતા બન્યા હતા. આમ, વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તોડીને આપએ સફળતાપૂર્વક ખાતું ખોલ્યું હતું. વર્ષ ૨૦૨૧માં મળેલી એ સફળતાને જાળવી રાખવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે. વર્ષ ૨૦૨૬માં પક્ષના સુપડા સાફ થઈ ગયા છે અને ગાંધીનગર મનપામાંથી આખો પક્ષ બહાર ફેંકાઈ ગયો છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાં ‘ત્રીજા વિકલ્પ’ તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી સામે સ્થાનિક સ્તરે અનેક પડકારો છે.આપમાં મજબૂત સંગઠનનો અભાવ, સ્થાનિક મુદ્દાઓ પર પકડ ન હોવી અને મતદારોમાં વિશ્વાસ જાળવવામાં નિષ્ફળતાને કારણે ૨૦૨૧માં મળેલી સફળતા ૨૦૨૬ સુધીમાં સાવ ધોવાઈ ગઈ છે. બીજી તરફ, ભાજપે ગાંધીનગરમાં પોતાનું પકડ વધુ મજબૂત કરી છે અને કોંગ્રેસે પણ મહ¥વપૂર્ણ બેઠકો મેળવીને વિપક્ષ તરીકે પોતાની હાજરી નોંધાવી છે