કાલોલની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક બાઉન્સના એક કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
ફરિયાદી હિમાંશુ મનહરભાઈ પટેલ (ઉંમર ૨૮, રહે. રામનાથ ,દેલોલ, તા. કાલોલ, જી. પંચમહાલ) તેમજ આરોપી મકરાણી અસફાકહુસેન ઇસ્તાકહુસેન (રહે. મસ્જિદ વાદુ ફાડીયુ, તા. ડેસર, જી. વડોદરા) કેસની મુખ્ય વિગત મુજબ ફરિયાદી હિમાંશુભાઈ પટેલ પાસેથી આરોપી મકરાણી અસફાકહુંસેને રૂપિયા ૧,૫૦,૦૦૦ ની લોન લીધી હતી. તે રકમની પરત ચૂકવણી માટે આરોપીએ ૦૫.૧૨.૨૦૧૯ ના રોજ એક્સિસ બેંક, ઉદલપુર શાખાનો ૧,૫૦,૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રજૂ કરતા “એકાઉન્ટ ક્લોઝ (અભભજ્ઞીક્ષિં ઈહજ્ઞતયમ)ના શેરા સાથે પરત ફર્યો હતો.
ત્યારબાદ ફરિયાદીએ નિયમ મુજબ ૨૭.૧૨.વર૧૯ ના રોજ કાયદેસરની નોટિસ મોકલી હતી, પરંતુ આરોપીએ નોટિસનો કોઈ જવાબ આપ્યો ન હતો કે રકમ ચૂકવી ન હતી. જેથી ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કાલોલ કોર્ટમાં એડવોકેટ ડી જે મહેતા અને આર એચ વણકર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ચકાસીને આરોપીને ગ.ઈં. અભિં ની કલમ ૧૩૮ હેઠળ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આરોપીને ૨ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.આ ઉપરાંત, ફરિયાદીને નુકસાની પેટે ચેંકની રકમ ના બમણા એટલે રૂપિયા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ રૂપિયા) તથા તેના પર ફરિયાદની તારીખથી વસૂલાત સુધી દર વર્ષે ૯% ના સાદા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. વળતર ન ચૂકવવાની સ્થિતિમાં વધુ ૩ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે તેવો આદેશ આપ્યો છે.