
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોતાના સત્તાકાળ દરમિયાન કરેલી ગેરરીતિઓ અને યુનિવર્સિટીના નાણાંના દુરુપયોગ સામે આવ્યો છે. પહેલાં લિપસ્ટીક અને અંગત સામાન ખરીદ્યા બાદ હવે સોના-ચાંદી અને મોંઘી બાંધણીઓની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોતાના કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ નીરજા ગુપ્તાએ ૬ હજારનું બ્લાઉઝ, ૧૧૦૦૦ની કુર્તી સહિત રૂ. ૫૯,૩૫૦ની ખરીદી કરી. તેમજ રૂ. ૩,૧૯,૫૯૭નું સોના-ચાંદી ખરીદ્યું હતું. આ સિવાય એપ્રિલ ૨૦૨૫માં ચેન્નાઈના પ્રવાસ દરમિયાન પણ સોનું ખરીદીને યુનિવર્સિટીમાં બિલ મૂક્્યા હતા. કોઈને આ ખરીદીઓ સામે શંકા ન જાય તે માટે નીરજા ગુપ્તાએ જે વિભાગ પર પોતાનો સીધો કંટ્રોલ હતો તેવા ‘સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ’ હેઠળ આ તમામ અંગત ખર્ચના બિલ પાસ કરાવી લીધા હતા. તમામ ચોંકાવનારા પુરાવાઓને ધ્યાને રાખીને હવે નિવૃત્ત જજ તપાસ કરશે.
નીરજા ગુપ્તાનો કાર્યકાળ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થયો હતો, પરંતુ તે અગાઉ જ નીરજા ગુપ્તાએ મોટી ખરીદી કરી લીધી હતી. ૨મે ૨૦૨૬ના રોજ બંધેજ સ્ટોર નવરંગપુરામાંથી રૂ.૫૯,૩૫૦ ની ૫ અલગ અલગ બાંધણી ખરીદી હતી. જેના પૈસા નીરજા ગુપ્તાએ ચૂકવ્યા હોવાથી એસએપી (સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ)ના ખાતામાંથી તે જ રકમ નીરજા ગુપ્તાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.૧૭ જૂન ૨૦૨૬ના રોજ સી.જી રોડ પર આવેલા ચાંદીધામ નામની દુકાનમાંથી ચાંદીના ૩ અલગ અલગ દાગીના ખરીદ્યા. જેનું વજન ૫૪૮ ગ્રામ અને ૩૦૩ ગ્રામ હતું એટલે કે ૮૫૧ ગ્રામ ચાંદી ખરીદવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. ૨,૨૯,૧૭૫ હતી. આ બિલ આઇકેએસ અને એસએપીના નામે બનાવવામાં આવ્યું હતું. ૨૨ જૂન ૨૦૨૬ના રોજ આ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના ખાતામાંથી સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ચૂકવવામાં આવ્યું હતું.
૨૦૨૫માં નીરજા ગુપ્તા ચેન્નાઈના પ્રવાસે ગયા હતાં ત્યારે વુમ્મીડી શ્રી જવેલર્સ ચેન્નાઈની દુકાનમાંથી પણ ૯૦,૪૨૨ રૂપિયાનું સોનુ ખરીદ્યું હતું. આ સોનુ ખરીદીને પણ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામમાં મૂકાયું હતું. આ તમામ બિલ સીધા યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગ માં ન્હોતા મૂક્યા પરંતુ એસએપીમાં નીરજા ગુપ્તાનો સીધું નિયંત્રણ હોવાથી ત્યાં બિલ મૂકીને આ રકમ મેળવી લેવામાં આવી છે.
મહત્વનું છે કે, પહેલાં લિપસ્ટીક અને અંગત સામાન ખરીદ્યા બાદ હવે સોના-ચાંદી અને મોંઘી બાંધણીઓની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોતાના કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ નીરજા ગુપ્તાએ ૬૦૦૦ હજારનું બ્લાઉઝ, ૧૧૦૦૦ની કુર્તી સહિત ૫૯,૩૫૦ની ખરીદી કરી તેમજ ૩,૧૯,૫૯૭નું સોના-ચાંદી ખરીદ્યું હતું. એપ્રિલ ૨૦૨૫માં ચેન્નાઈના પ્રવાસ દરમિયાન પણ સોનું ખરીદીને યુનિવર્સિટીમાં બિલ મૂક્્યા હતા. નીરજા ગુપ્તાનો કાર્યકાળ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ થયો પૂર્ણ થયો હતો, પરંતુ તે અગાઉ જ નીરજા ગુપ્તાએ મોટી ખરીદી કરી લીધી હતી.૨ મે ૨૦૨૬ના રોજ બંધેજ સ્ટોર નવરંગપુરામાંથી ૫૯,૩૫૦ની ૫ અલગ અલગ બાંધણી ખરીદી હતી. જેના પૈસા નીરજા ગુપ્તાએ ચૂકવ્યા હોવાથી એસએપીના ખાતામાંથી તે જ રકમ નીરજાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી ૧૭ જૂન ૨૦૨૬ના રોજ સી.જી રોડ પર આવેલા ચાંદીધામ નામની દુકાનમાંથી ચાંદીના ૩ અલગ અલગ દાગીના ખરીદ્યા હતાં. જેનું વજન ૫૪૮ ગ્રામ અને ૩૦૩ ગ્રામ હતું એટલે કે ૮૫૧ ગ્રામ ચાંદી ખરીદવામાં આવ્યું હતું. જેની કિંમત ૨,૨૯,૧૭૫ હતી. આ બિલ આઇકેએસ અને એસએપીના નામે બનાવવામાં આવ્યું હતું. ૨૨ જૂન ૨૦૨૬ના રોજ આ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના ખાતામાંથી સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ચૂકવવામાં આવ્યું હતું.