સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પૂરાયેલા યુવકના રહસ્યમય સંજાગોમાં થયેલા મોતથી ચકચાર મચી

સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે બનેલી એક ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ઘરેલુ ઝઘડાની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલા યુવકનું રહસ્યમય સંજાગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ હતી. લોકઅપમાં જ યુવકનું મોત થતાં પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પરિવાર દ્વારા પોલીસની બેદરકારીના આક્ષેપો કરવામાં આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. જોકે, અંતે પરિવારે મૃતદેહ સ્વીકારતાં હાલ મામલો શાંત થયો છે. બીજી તરફ, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મિયાસણા ગામના વતની અનિલ ગોવિંદ વાઘેલાને તેમની પત્ની સાથે ઘરેલુ ઝઘડો થયો હતો. આ મામલે તેમની પત્નીએ રાત્રિના સમયે ૧૧૨ હેલ્પલાઇન પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

ફરિયાદની માહિતી મળતાં જ ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અનિલ વાઘેલા સામે અટકાયતી પગલાં ભરી તેમને પોલીસ સ્ટેશન લઈ આવી લોકઅપમાં રાખ્યા હતા. જોકે, ત્યારબાદ વહેલી સવારે બનેલી ઘટનાએ સમગ્ર મામલાને ગંભીર વળાંક આપ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે લોકઅપમાં રહેલા અનિલ વાઘેલાએ પોતાના નાઇટ ડ્રેસની દોરી જેલના સળિયા સાથે બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ આવી ઘટના બનતાં અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. યુવકના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. લોકઅપમાં યુવકના મોતને પગલે પરિવારમાં ભારે દુઃખ અને રોષ જાવા મળ્યો હતો.

અનિલ વાઘેલાના મોત બાદ પરિવારજનોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે પોલીસની બેદરકારીના કારણે આ દુઃખદ ઘટના બની છે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલા યુવકનું મોત થતાં તેની સુરક્ષા અને દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે. પરિવારજનોએ ન્યાયની માંગ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. યુવકના મોતને લઈને સર્જાયેલા વિવાદ અને રોષ વચ્ચે અંતે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. ત્યારબાદ મામલો હાલ શાંત થયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકના મોતના સંજાગો અને ઘટનાની હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમના અહેવાલ અને તપાસમાં સામે આવતી વિગતોના આધારે ઘટનાને લગતા વધુ પાસાં સ્પષ્ટ થઈ શકશે.

ઈડર પોલીસ સ્ટેશનના લોકઅપમાં બનેલી આ ઘટનાએ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવતા વ્યક્તિઓની સુરક્ષા અને દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જાકે, હાલ પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને યુવકના મોતના ચોક્કસ સંજાગોની તપાસ થવાની બાકી છે. સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત સ્પષ્ટ થશે.