બી. ફાર્મસી કોલેજ, રામપુરા કાંકણપુરના ગજજ યુનિટ દ્વારા પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ઓફિસ, ગોધરા તથા પંચમહાલ પોલીસ સ્પેસીયલ ઓપેરેશન ગ્રુપ (SOG),ગોધર અને એન્ટી નાર્કોટિક વિંગ, ગોધરા સહયોગથી તા. ૧૩ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ કોલેજના સેમિનાર હોલમાં નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશાકારક પદાર્થોના દુષ્પ્રભાવો અંગે જાગૃતિ ફેલાવવાનો તથા નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો.
આ કાર્યક્રમમાં એ.આર. તડવી, PSI (SOG ગોધરા), એમ. કે. પ્રજાપતિ, ઙજઈં (એન્ટી નાર્કોટિક વિંગ, ગોધરા), એ. એન. પરમાર (ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર, નશાબંધી અને આબકારી, ગોધરા), પ્રવીણભાઈ ગઢવી (કલાકાર) તથા જઘૠના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ દા અને અન્ય નશાકારક પદાર્થોના સેવનથી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, પારિવારિક જીવન તથા સામાજીક વ્યવસ્થા પર થતી નકારાત્મક અસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રવીણભાઈ ગઢવીએ કલાકાર તરીકે પોતાના પ્રસ્તુતિકરણ દ્વારા નશાબંધીનો સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યો હતો. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં નશામુક્ત જીવન પ્રત્યે જાગૃતિ કેળવવા અને સ્વસ્થ, સુરક્ષિત તથા નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
” નશો છોડો, જીવન જોડો નશામુક્ત ગુજરાત, સમૃદ્ધ ભવિષ્ય.