
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં બ્રિમ્સટેક ગૃહમંત્રીઓની પ્રથમ બેઠકને સંબોધિત કરી. ગૃહમંત્રીએ કહ્યું, “આ ઉદ્ઘાટન બેઠકમાં હાજર રહેલા તમામ આદરણીય મંત્રીઓ અને પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ માટે, બ્રિમ્સટેક ગૃહમંત્રીઓની પ્રથમ બેઠકનું આયોજન કરવું ભારત માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે.
બ્રિમ્સટેક પ્રાદેશિક એકીકરણ, આર્થિક સહયોગ અને સામૂહિક સુરક્ષા માટે એક આવશ્યક પ્લેટફોર્મ બની ગયું છે.”ગૃહમંત્રીએ કહ્યું કે આજે ભારત “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. આપણે હંમેશા શાંતિ, શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ અને માનવ કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યા છીએ, અને આજે પણ આ સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. ભારતે ક્્યારેય કોઈ દેશ પર આક્રમણ કે પ્રભુત્વ મેળવવામાં માન્યું નથી. ભારત હંમેશા બધા દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં અને મતભેદોના શાંતિપૂર્ણ ઉકેલમાં માને છે.”
ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ હેરફેર પર કહ્યું, “આ આપણા યુવાનો, આપણા સમાજ, આપણી સંસ્કૃતિ અને ભાવિ પેઢીઓના જીવન પર હુમલો છે.” આને કોઈ એક દેશના પ્રયાસોથી રોકી શકાતું નથી. આપણે પ્રદેશ-વ્યાપી અભિગમ અપનાવવો જાઈએ. ગેરકાયદેસર ડ્રગ હેરફેર સંગઠિત ગુનાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ડાર્ક વેબ દ્વારા કરવામાં આવતા પૂર્વગામી રસાયણો અને વ્યવહારોનો દુરુપયોગ આ પડકારને વધુ મુશ્કેલ બનાવે છે.
માનવ તસ્કરી પણ આપણી સહિયારી સુરક્ષા અને માનવ અધિકારો માટે એક ગંભીર પડકાર છે. ઓળખવામાં સહયોગ, પીડિતોને બચાવવા, સહાય કરવા, પુનર્વસન કરવા અને સુરક્ષિત રીતે તેમના દેશોમાં પરત મોકલવા એ આપણા સામૂહિક પ્રયાસોનો મહત્વપૂર્ણ ભાગ રહેવો જાઈએ.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ બેંગકોકમાં આયોજિત છઠ્ઠા બ્રિમ્સટેક સમિટ દરમિયાન કહ્યું હતું કે બ્રિમ્સટેક આપણા માટે માત્ર એક પ્રાદેશિક સંગઠન નથી, પરંતુ સમાવિષ્ટ વિકાસ અને સુરક્ષાનું એક મોડેલ છે. આ દ્રષ્ટિકોણને આગળ ધપાવતા, ગૃહમંત્રી તરીકે આપણી જવાબદારી છે કે આપણે આપણા સહયોગને વ્યવહારિક વ્યવસ્થામાં રૂપાંતરિત કરીએ.”