
ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ નાઝિયા ઇલાહી ખાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કાર્યવાહીની માંગ કરી છે. નાઝિયા ઇલાહી કહે છે કે રાહુલ ગાંધી દાવો કરે છે કે ઈડી,સીબીઆઇ અને વિદેશ કાર્યાલયના ૨૦૦-૨૦૦ અધિકારીઓ તેમના સંપર્કમાં છે. આ ખૂબ જ ખતરનાક નિવેદન છે.
નાઝિયા ઇલાહી ખાને કહ્યું, “૧૨ ઓક્ટોબરના રોજ, મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયાધીશ સૂર્યકાંતને એક પત્ર લખ્યો હતો. તેમાં, મેં કહ્યું હતું કે રાહુલ ગાંધી સામે સુઓ મોટો સંજ્ઞાન લેવું જાઈએ, અને તે તાત્કાલિક લેવામાં આવે. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ, તેમણે એક મંચ પર ઉભા રહીને નિવેદન આપ્યું હતું કે ઈડી, સીબીઆઇ અને વિદેશ મંત્રાલયના ૨૦૦-૨૦૦ અધિકારીઓ તેમના સંપર્કમાં છે. આ ખૂબ જ ખતરનાક નિવેદન છે.”
ભાજપ નેતાએ વધુમાં કહ્યું હતું કે, “રાહુલ ગાંધી સાથે આટલી મોટી સંખ્યામાં અધિકારીઓનો અનૌપચારિક સંપર્ક એક ગંભીર મુદ્દો છે. જા એમ હોય, તો તેની તપાસ થવી જાઈએ. ઈડી અને સીબીઆઇ સ્વાયત્ત સંસ્થાઓ છે. ૨૦૧૩ માં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે પીએમઓ કાર્યાલય પણ આ બાબતમાં દખલ કરી શકતું નથી. તેથી, રાહુલ ગાંધીએ ઈડી અને સીબીઆઇ અધિકારીઓ સાથે કેવી રીતે સંપર્ક જાળવી રાખ્યો તેની તપાસ થવી જાઈએ.” ‘રાહુલ ગાંધીની પૂછપરછ થવી જાઈએ’નાઝિયાના મતે, ઘણા વિપક્ષી નેતાઓ સીબીઆઇ અને ઈડી દ્વારા તપાસ હેઠળ છે. આવા અનૌપચારિક સંબંધો જાળવવાનો શું અર્થ છે? આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. રાહુલ ગાંધી ૨૦૧૩ ના સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી રહ્યા છે અને બંધારણનું અપમાન કરી રહ્યા છે. આ બધા વિશે રાહુલ ગાંધીની પૂછપરછ થવી જાઈએ.