
અમદાવાદમાં મેટ્રો મુસાફરો માટે પા‹કગ હવે મોંઘું પડી શકે છે. શહેરના ૧૦ મેટ્રો સ્ટેશનો નજીક પે એન્ડ પા‹કગની સુવિધા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોએ વાહન પાર્ક કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. કેટલાક કિસ્સામાં પા‹કગનો ખર્ચ મેટ્રોની ટિકિટ કરતાં પણ વધુ થઈ શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો સ્ટેશનો નજીક પા‹કગની સુવિધા ઊભી કરવા માટે વિવિધ સ્થળોએ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. અત્યાર સુધી મફત પા‹કગની સુવિધા અંગે જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્લોટ્સ પર પે એન્ડ પા‹કગ નવરંગપુરા, સાબરમતી, વ†ાલ, એસ.પી. સ્ટેડિયમ અને રામોલ સહિતનાં સ્થળોએ પા‹કગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સ્થળોએ વાહન પાર્ક કરવા માટે મુસાફરોએ નિર્ધારિત દર ચૂકવવો પડશે.
ફાળવાયેલા પા‹કગ પ્લોટ્સમાં કુલ ૩,૩૪૨ ટુ-વ્હીલર અને ૨૦૦ ફોર-વ્હીલર પાર્ક થઈ શકે તેવી ક્ષમતા હોવાનું જણાવાયું છે. આ પ્લોટ્સ કોન્ટ્રાક્ટરોને માસિક રૂ. ૧૩,૦૦૦થી રૂ. ૫૦,૦૦૦ સુધીના ભાડે સોંપવાની યોજના છે.પા‹કગ માટે ટુ-વ્હીલર ચાલકો પાસેથી રૂ. ૫થી રૂ. ૫૦ અને ફોર-વ્હીલર ચાલકો પાસેથી રૂ. ૧૫થી રૂ. ૧૨૦ સુધીનો ચાર્જ વસૂલવાની જાગવાઈ દર્શાવવામાં આવી છે.
જાકે, ચોક્કસ સ્ટેશન પર કેટલો ચાર્જ લાગશે તે સંબંધિત દરો પર આધારિત રહેશે.મેટ્રોનો ઉપયોગ કરતા અનેક વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો પોતાનાં વાહનો પાર્ક કરીને ૮થી ૧૦ કલાક સુધી મુસાફરી કે કામકાજ માટે બહાર રહેતા હોય છે. આવી સ્થતિમાં લાંબા સમયના પા‹કગ માટે તેમણે રોજ વધારાનો ખર્ચ કરવો પડી શકે છે.મેટ્રોનો ઉપયોગ વધારવા માટે સ્ટેશનો પર સુલભ પા‹કગ સુવિધા મહત્વપૂર્ણ છે. પરંતુ પા‹કગ માટે ચાર્જ વસૂલવાની વ્યવસ્થાથી નિયમિત મુસાફરોના માસિક ખર્ચમાં વધારો થઈ શકે છે. હવે પા‹કગના દર અને સુવિધા ક્્યારે શરૂ થાય છે તેના પર મુસાફરોની નજર રહેશે.