દે. બારીયા તાલુકા માર્ગ અને મકાન વિભાગની હદ છોટાઉદેપુરની હદના સુધી માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરી લીમખેડાના તાબાના માર્ગમાં ખુબ મોટા ખાડા પડી ગયા હોવાના કારણે વાહન ચાલકોમાં રોષ દેખવા મળી રહ્યો છે. ફોર વ્હીલ વાહન કયાં હંકારવું તે મુશ્કેલી છે, તો માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સદર માર્ગનું નિરીક્ષણ કરીને રોડનું રીપેર એપ્રોચની કામગીરી હાથ ધરે તવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.
મળતી માહિતી અનુસાર દે.બારીયા થી છોટાઉદેપુરને જોડતો મુખ્ય માર્ગ બારીયા શહેરની મેટ્રો ચોકડી થી બામરોલી સાગટાળા તેમજ કેવડીયા ગ્રામ્યની હદ દે.બારીયા તાલુકાના માર્ગ અને મકાન વિભાગની કચેરી લીમખેડા હેઠળ આવતો હશે તો કેવડીયા સુધી જે દાહોદ જીલ્લાની હદમાં રોડ ઉ૫ર ભારે વાહનો જેવાં કે, રેતી ભરીને ટર્બો ખાનગી વાહનો અવર જવર તથા એસ.ટી. બસોમાં મહિલાઓ બાળકો સફર કરતા તેઓને આ રોડ ઉપરન ખાડાઓથી ખાસ કરીને મહિલાઓને અને બાળકોને મુશ્કેલીઓનો સામનો છે. તેમજ વાહનમાં બેસનારા તથા વાહનને હાંકનારને મણકા દુ:ખાવો આવે તે અલગથી વાહન માલિકો રોડ ટેકસ ભરે છે, તો માર્ગ અને મકાન વિભાગ તે પ્રમાણેના સુવિધાજનક રોડનું સમારકાર્ય કરવાની અને રોડ પરના મોટા ખાડાઓનંું પુરણ કરીને એપ્રોચ રીપેરકાર્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.