ગોધરા સેવાસદનમાં કમ્પ્યુટરના પીસીમાંથી સાપ નીકળ્યો : ચૂંટણી શાખાના કર્મચારીઓમાં દોડધામ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના સેવા સદન સંકુલમાં આવેલી ચૂંટણી શાખાના કમ્પ્યુટર ‚મમાં પીસીમાંથી સાપ નીકળ્યો. ફરજ પર હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સાપ પકડવામાં નિષ્ણાત વ્યક્તિને બોલાવવામાં આવ્યા હતા. તેમણે પીસીનો કેટલોક ભાગ સાવચેતીથી ખોલીને સાપનું રેસ્ક્યુ કર્યું હતું.પ્રાથમિક તપાસમાં સાપ ધામણ જાતિનો અને બિનઝેરી હોવાનું જાણવા મળ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ તેને વન વિભાગના નિયમો મુજબ સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. સમયસર રેસ્ક્યુ થતાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નહોતું. સાપ પકડાયા બાદ ચૂંટણી શાખાના કર્મચારીઓએ રાહત અનુભવી હતી.