મહિસાગર, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો સાથે હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ .૪,૨૦૦ લેવામાં આવ્યા હતા. જોકે, યાત્રાના દિવસે આયોજકો ગાયબ થઈ ગયા હતા અને ઓફિસો પણ બંધ જોવા મળી હતી. જેથી યાત્રીઓએ વિવિધ પોલીસ મથકે રજૂઆત કરી છે.
દાહોદમાં અત્યાર સુધી ૭૫ જેટલા નાગરિકો જ્યારે મહિસાગર જિલ્લામાં ૧૨૬ લોકો તેમજ સુરેન્દ્રનગરમાં ૪૫૦થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ છે. રાજ્યના અન્ય જિલ્લામાં પણ આ મુજબ છેતરપિંડી થઈ હોવાની શક્યતા છે.
હરિદ્વાર યાત્રા માટેની એક પત્રીકા પણ બહાર પાડી આ પત્રીકામાં યાત્રા તા. ૧૧-૧૧ -૨૦૨૬ના રોજ શરૂ થશે અને ૨૧ તારીખે પરત ફરજે, તેમજ કથા ૧૩ તારીખથી શ થશે તેવો ઉલ્લેખ કરાયો હતો. યાત્રામાં જોડાવા માટે વ્યક્તિ દીઠ .૪૨૦૦ નક્કી કરવામાં આવ્યા હતા. જેની સામે કથામાં બેસનાર તમામને દરરોજ રૂ.૬૦૦ લેખે તમામ રકમ પરત આપવામાં આવશે તેવી પણ લાલચ અપાઈ હતી.
શ્રીમદ ભાગવત કથા અને યાત્રા અંગે જાહેરાતનાં બોર્ડ લગાવાયા મહીસાગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં તેમજ દાહોદ અને સુરેન્દ્રનગરમાં હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથા અને યાત્રા અંગે જાહેરાતનાં બોર્ડ લગાવાયા હતા. લુણાવાડા શહેરના વરધરી રોડ પર યાત્રાના આયોજન માટે ઓફિસ પણ શરૂ કરાઈ હતી. જાહેરાતના આધારે અનેક વરિષ્ઠ નાગરિકોએ નામ નોંધાવ્યાં હતાં. યાત્રીઓના જણાવ્યા પ્રમાણે, પ્રવાસ માટે દરેક પાસેથી નક્કી કરાયેલી રકમ લઈ ભાગવત કથામાં એક દિવસ બેસવા બદલ .૬૦૦ પરત આપવાની વાત પણ કરાઈ હતી. આ પછી ઘણા વરિષ્ઠ નાગરિકોએ યાત્રાની તૈયારી શરૂ કરી હતી.
નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ત્યાં નહોતા હરિદ્વાર જવા માટે નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ત્યાં નહોતા. ઓફિસમાં પણ કોઈ ન મળતાં યાત્રીઓએ પોતે છેતરાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જાહેરાતનાં બોર્ડ પર ડાયાજી અને અનુપસિંહનાં નામ તથા મોબાઈલ નંબર લખેલા હતા. યાત્રામાં નામ નોંધાવવા માટે વરિષ્ઠ નાગરિકો પાસેથી ફોટોગ્રાફ અને આધારકાર્ડ સહિતના અંગત દસ્તાવેજો પણ લેવાયા હતા. દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે તેવી આશંકાથી યાત્રીઓ ચિંતિત છે.
’અમારા પૈસા પરત આવે એવી અમારી માગ છે’ લુણાવાડાના ભોગબનનાર સોલંકી હર્ષદભાઈએ જણાવ્યું કે, લુણાવાડાથી ૧૨૬ યાત્રાળુઓને હરિદ્વાર લઈ જવાનું અમને પ્રોમિસ આપ્યું હતું અને આધાર કાર્ડ તેમજ રોકડા પૈસા લઈને આ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે. આવું ફ્રોડ ભાવનગર, દાહોદ, વેરાવળમાં પણ થયું છે. અમારા પૈસા પરત આવે અને હવે આવી રીતનું આગળ ફ્રોડ ન થાય એવી સરકારને વિનંતી અને આ બધાને પકડવામાં આવે. તેમજ આધાર કાર્ડનો મિસયુઝ ના થાય એ ખાસ વિનંતી છે.
દુકાન બંધ કરીને તાળું મારીને જતા રહ્યા: ભોગ બનનાર ભોગબનનાર નિર્મળાબેન પટેલે જણાવ્યું કે, અમારા લીંમડી ગામમાં ટેમ્પલેટો વહેંચવામાં આવ્યા હતા કે મહિલા મંડળવાળી બહેનોને હરિદ્વાર લઈ જાય છે. જેથી અમે બધી બહેનોએ નામ લખાવ્યા હતા અને પૈસા જમા કરાવ્યા હતા. અમે તેઓને પૂછ્યું કે, ભાઈ તમે ઠગ નથી ને? તો તેઓએ કહ્યું ’ના બહેનો, અમે ઠગ નથી.’તમે બધા આરામથી પૈસા ભરો અમે તમને યાત્રામાં લઈ જશું.’ ૧૧ તારીખે ત્રણ વાગે જવાનું એણે કીધું હતું, પણ એ દિવસે ફોન સ્વીચઓફ કરી દીધો હતો. ટ્રાવેલ્સનું કોઈ એડ્રેસ નથી. અમારી બહેનો જોડે ઠગાઈ કરી છે. દુકાન પણ બંધ કરીને તાળું મારીને જતા રહ્યા છે. આની પૂરી તપાસ થાય એવું અમે ઈચ્છીએ છીએ. પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો ક્રાઈમ બ્રાન્ચમાં પણ અમે આગળ કાર્યવાહી કરીશું.
મહિસાગરમાં છેતરપિંડીનો ભોગ બન્યાનો આક્ષેપ કરતા વરિષ્ઠ નાગરિકો લુણાવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ અરજી આપી રજૂઆત કરી હતી. પોલીસે અરજી આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો