
ગોધરા જાફરાબાદ ન્યુ રામદેવ ચૌધરી હાઈવે ધાબાની પાછળ આવેલ પાર્કીંગની જગ્યામાં બંધ બોડીના ક્ધટેનર નંબર આર.જે.૧૪.જીજી.૫૧૭૨માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કિંમત રૂ.૧,૦૦,૩૦,૭૭૫/-ના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ગોધરા જાફરાબાદ ન્યુ રામદેવ ચૌધરી હાઈવે ધાબાની પાછળ પાર્કીંગમાં ઉભેલ બંધ બોડીના ક્ધટેનર નંબર આરજે.૧૭.જીજી.૫૧૭૨માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી હતી અને ક્ધટેનરને ચારેબાજુથી કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્ધટેનર માંથી મેકડોવલ્સ નં.૧ વ્હિસ્કી કવાટરીયા નંગ-૧૧૯૯ કિંમ્ત રૂ.૩,૩૮,૯૬૯/-, મેડ કોવેલ્સ નં.૧ વ્હીસ્કી બોટલ નંગ-૬૦૦ કિંમત રૂ.૩,૩૯,૨૫૨/-, રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ-૧૨૪૮ કિંમત રૂા.૯,૮૪,૦૦૦/-, રોયલ સ્ટેગ વ્હીસ્કી બોટલ નંગ-૨૩૪૮ કિંમત રૂ.૧૯,૪૧,૭૯૬/-, મેક ડોવલ્સ નં.૧ વ્હીસ્કી કવાટરીયા નંગ-૭૪૭૦ કિંમત રૂ.૧૫,૨૫,૨૦૦/-, ઓલ સીઝન વ્હીસ્કી લોકલ નંગ-૬૪૮ કિંમત રૂ.૫,૩૫,૮૯૬/-, ઓલ સીઝન વ્હીસ્કી કવાટરીયા નંગ-૯૬ કિંમત ૧૯,૬૮૦/-, ટુબર્ગ સ્ટ્રોંગ બીયર ટીન નંગ-૧૬૮૯૦ કિંમત રૂ.૨૧,૨૫,૨૬૮/-, ક્ધટેનર કિમત રૂ.૩૦,૦૦,૦૦૦/-, મોબાઈલ ફોન નંગ-૨ રૂ.૨૦, ૦૦૦/- મળી કુલ રૂ૧,૦૦,૩૦,૭૭૫/-ના મુદ્દામાલ સાથે આરોપી અસલારામ ભેમારામ ગોરસીયા (રહે. હોડુ ધુરીયાવાસ, બાલોતરા, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.