
ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજમાં ઇનોવેશન ક્લબ દ્વારા 10 દિવસીય ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વર્કશોપ યોજાયો. 19 થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાયેલા આ 30 કલાકના વર્કશોપમાં 97 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Yellow 360 કંપનીના CEO ઉમંગ પારદાસાણીએ ટ્રેનર તરીકે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. તેમણે AI ટૂલ્સ, ChatGPT, Gemini, Google Tools, LinkedIn અને Canva જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રોજગારીની તકો કેવી રીતે મેળવવી તે સમજાવ્યું.

વર્કશોપના સમાપન સમારોહમાં પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડેની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇનોવેશન ક્લબના કોર્ડિનેટર ડો. ઉન્નતિ પરમાર દ્વારા કરાયું હતું.