પંચમહાલ જીલ્લામાં ૬ PI ની આંતરિક બદલી

ગણેશ વિસર્જન બંદોબસ્ત પૂરો થતાં પંચમહાલ જિલ્લા પોલીસમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. SP ડૉ. હરેશ દુધાતે વહીવટી કારણોસર 6 પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલીના આદેશ કર્યા છે.

આ આદેશ મુજબ, કે. એ. ડાભીને દામાવાવ, એ. વાય. પટેલને ટ્રાફિક શાખા, આર. એમ. વસૈયાને ગોધરા તાલુકા, જી. કે. વહુનિયાને ગોધરા ટાઉન અ ડિવિઝન, એ. ઓ. ભરવાડને વેજલપુર અને ડી. પી. સોલંકીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.

આ ઉપરાંત, સાયબર ક્રાઇમના PI એ. જે. ચૌધરીને દામાવાવના વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. જ્યારે નાર્કોટિક્સ વિંગના PI આર. કે. દેસાઈને L.I.B. શાખાનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ અપાયો છે.