ફિઝિયોથેરાપી મશીન એનસીવી/ ઇએમજી લોકાર્પણ અને પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમનો શુભારંભ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા તારીખ ૧૬/૭/ ૨૦૨૬ ગુરૂવારના રોજ ૧૧:૦૦ કલાકે પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ અને કૌશલ્યા-ખુશાલી ફિઝિયોથેરાપી સેન્ટર અંતર્ગત નવીન એનસીવી/ઈ એમજી મશીન નું લોકાર્પણ દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું .કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાબ્દિક સ્વાગત સંસ્થાના ચેરમેન ગોપાલ ભાઈ ધાનકા દ્વારા કરવામાં આવ્યું ધારાસભ્યનું બુકે અને સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ફિઝિયોથેરાપી મશીનની વિસ્તૃત માહિતી ડો કરિશ્મા લોખંડ દ્વારા આપવામાં આવી. આ મશીન દ્વારા શરીરની નસો ચેક કરવા, એપીલેપસી અને મસલ્સને સારવાર કરવામાં ખૂબ જ ઉપયોગી છે . ઉદ્ઘાટક કનૈયાલાલ કિશોરી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનો સુંદર સંચાલન કારોબારી સભ્ય કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું આભારવિધિ ખજાનચી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમ માં વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ,સેક્રેટરી રાજેશભાઈ ભટ્ટ, સહમંત્રી એન કે પરમાર કારોબારી સભ્ય જીતેન્દ્ર પંચાલ અબુજર મરચાવાલા રોકડિયા અગ્રવાલ, નરેશભાઈ ચાવડા તેમજ ખૂબ મોટી સંખ્યામાં પ્રાથમિક સારવાર તાલીમાર્થીઓ ,બ્લડ બેન્ક નો સ્ટાફ ,રેડક્રોસ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો