ફરિયાદ નોંધાયાના ૨૪ કલાકમાં જ વીજ વાયર ચોરી કરનાર ત્રિપુટી મુદ્દામાલ સાથે ઝબ્બે કરતી કાલોલ પોલીસ

કાલોલ પોલીસ સ્ટેશને મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે આદરેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. કાતોલ-બો‚ ઇન્ટેક વેલ ખાતેથી થયેલી વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાનો કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ સક્રિય બન્યા હતા. તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, “કાતોલ ગામેથી ત્રણ ઇસમો એક ઋણ કંપનીની મોટરસાયકલ (રજી. નં. ૠઉં-૧૭-ઈૠ-૮૦૩૮) પર ચોરીના વાયર ભરીને કાલોલ તરફ વેચવા માટે નીકળ્યા છે.” બાતમી મળતાની સાથે જ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બો‚ ટર્નીંગ પાસે તુરંત નાકાબંધી ગોઠવી દીધી હતી.

આરોપીઓની પૂછપરછ અને ગુનાની કબૂલાત…

નાકાબંધી દરમિયાન વર્ણનવાળી મોટરસાયકલ આવતા જ પોલીસે તેને રોકી ત્રણેય ઇસમોની પૂછપરછ કરી હતી. તેમની પાસે રહેલા વાયરો અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસ તેમને સ્ટેશને લાવી હતી. અહીં સઘન અને વિશ્ર્વાસમાં લઈને પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ્યું હતું કે, ગત તા. ૨૪/૦૫/૨૦૨૬ની રાત્રે તેઓએ કાતોલ ખાતે આવેલા પાણી પુરવઠા વિભાગના કાતોલ-બો‚ ઇન્ટેક વેલમાંથી આ વાયર ચોરી કર્યા હતા અને ઘરે સંતાડી રાખ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ..

૧. યોગેશભાઈ રમેશભાઈ ડોડીયા (ઉ.વ. ૨૦) રહે. કાતોલ ગામ, નિશાળ ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ.

૨. હાર્દિકકુમાર સંજયભાઈ પરમાર (ઉ.વ. ૨૨) રહે. કાતોલ ગામ, દાદાવાળું ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ.

૩. જગદીશકુમાર રંગીતસિંહ જાદવ (ઉ.વ. ૨૨) રહે. કાતોલ, ટેકરાવાળું ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ.

રીકવર કરવામાં આવેલ મુદ્દામાલ…

કુલ ૨૫ મીટર કેબલ વાયર, જેની અંદાજીત કિંમત ‚. ૧૦,૦૦૦/- થાય છે.