
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદૃ સામે આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી વિવાદૃ થયો છે. પ્રવીણ સોરાણીએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદૃીપિંસહ જાડેજાને ટાર્ગેટ કર્યા છે.
પ્રવીણ સોરાણીએ પક્ષના નેતાઓ પર પ્રહાર કર્યા કે, તમે બોલાવેલી બેઠકમાં કોઈ આવવા તૈયાર નથી. તમારામાં શક્તિ નથી તો પ્રમુખ પદૃ છોડી દૃો. આટલે થી નહી અટકતા તેમણે ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ પ્રહાર કર્યા હતા. પ્રવીણ સોરાણીએ કહૃાુ ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાને કોંગ્રેસની પેઢી સમજે છે.
રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક કકળાટ બહાર આવ્યો છે. ત્યારે પ્રવીણ સોરાણીના આક્ષેપ પર શહેર પ્રમુખ રાજદિૃપિંસહ જાડેજાએ જવાબ આપ્યો છે. રાજદિૃપિંસહએ કહૃાુ કે, આ કાર્યાલય ઈન્દ્રનીલ રાજ્યગુનું નહીં કોંગ્રેસનું છે. “પ્રવીણ સોરાણીને પાર્ટી પ્રત્યે એટલી િંચતા હોય તો કાર્યાલય માટે ફાળો આપવાની શઆત કરે”. પાર્ટીમાં શિસ્તભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસને ખોટી રીતે બદૃનામ કરનારને નહીં ચલાવી લેવામાં આવે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટમાં કોગ્રેસનાં આંતરિક કકળાટ જાહેરમાં દૃેખાતા રાજકારણમાં ચર્ચાઓ જોવા મળી રહી છે. રાજકિય જાણકારોમાં એવી ચર્ચા છે કે સક્રિય કામગીરીથી કોંગ્રેસ વધુ મજબુત બની રહી છે જેને લઇને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું બની શકે છે.