દુબઈથી આવતી ફલાઇટમાં અમદાવાદના મુસાફર પાસેથી ૯૬ લાખની સોનાની લગડીઓ મળી આવી

શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે (નવમી ફેબ્રુઆરી, ૨૦૨૬) સવારે સોનાની દૃાણચોરી પકડાઈ છે. દૃુબઈથી આવતી સ્પાઇસ જેટની લાઈટમાં સોનાની દાણચોરી ઝડપાઈ છે. દૃુબઈથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી ૩૨૪.૧૪ ગ્રામ સોનાની ત્રણ લગડીઓ ઝડપી પાડવામાં આવી છે. આ ત્રણ સોનાની લગડીઓની (ગોલ્ડ બાર) બજાર િંકમત ૯૬ લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહૃાું છે. આ સાથે એક અન્ડરવેરની અંદૃર પણ સોનું છુપાવ્યું હોવાનું જણાવવામાં આવી રહૃાું છે. સુરત એરપોર્ટ ઉપર ૮ કરોડના ગાંજાની હેરાફેરી બાદ અમદાવાદ એરપોર્ટ ઉપર આજે સવારે સોનાની દાણચોરીનો કેસ પકડાયો છે.

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, દૃુબઈથી અમદાવાદ આવતી લાઇટમાં એક પેસેન્જરે બે ગોલ્ડ બાર બેગેજમાં કન્સિલ કરીને છુપાવ્યા હતા. આ ઉપરાંત બાકીનું ગોલ્ડ અન્ડરવેરની અંદર છુપાવ્યું હતું. જોકે, અન્ડરવેરમાંથી મળેલા સોનાનો જથ્થો કેટલો છે અને તેની બજાર િંકમત કેટલી છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. કસ્ટમ વિભાગે આ અંગે વધુ તપાસ સાથે કાર્યવાહી કરવાની શ‚ કરી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગનુમ એર ઇન્ટેલિજન્સ યુનિટ અવારનવાર સોનાની તસ્કરી ઝડપી પાડતું હોય છે. થોડા દિવસ પહેલા પણ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દૃાફાશ કર્યો હતો. બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેિંકગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી ૧૦૮.૦૭ ગ્રામ ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યું હતુ. જેની બજાર િંકમત આશરે ૧૭.૩૯ લાખ ‚પિયા થાય છે.

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ જાન્યુઆરીની મોડી રાત્રે બેંગકોકથી વિયેતજેટ એરની લાઈટ નંબર ફઢ ૭૫૦ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી.એઆઇયુના અધિકારીઓને શંકાસ્પદૃ મુસાફરો અંગેના અગાઉથી મળેલા ઇનપુટ્સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી. આ મુસાફરને અટકાવીને જ્યારે તેની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી જેમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા.