દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામે ફરી માગ્યા હંગામી જામીન, ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે ફરી હંગામી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આસારામ તરફથી મેડિકલ ગ્રાઉન્ડપર જામીનની માગ કરવામાં આવી છે. તેમની તબિયત ખરાબ હોવાનો દાવો કરી સારવાર માટે હંગામી રાહત આપવાની રજૂઆત કરવામાં આવી છે.

આસારામના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે જોધપુર જેલ ઓથોરિટી દ્વારા તેને ૨૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. જોકે ગુજરાતના કેસમાં પણ સજા હોવાના કારણે ગુજરાત જેલ ઓથોરિટી પાસે પેરોલ માટે અરજી કરવામાં આવી હતી.

ગુજરાત જેલ ઓથોરિટીએ આ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે આસારામ હાલમાં ગુજરાતની જેલમાં નહીં પરંતુ જોધપુર જેલમાં બંધ છે. આ સ્થિતિ બાદ હંગામી જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટે આસારામને હંગામી જામીન આપવાની અરજી પર સવાલ ઉઠાવતા કહૃાું કે આ અરજી ચલાવવાને બદૃલે તેની મુખ્ય અપીલની સુનાવણી વહેલી કરવી જોઈએ.

એક જેલ ઓથોરિટી દ્વારા પેરોલ મંજૂર કરવામાં આવ્યા હોય અને બીજી જેલ ઓથોરિટી પેરોલની અરજી સ્વીકારવાનો ઇનકાર કરે તો આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં હંગામી જામીન માગી શકાય કે કેમ તે અંગે પણ કોર્ટમાં ચર્ચા થઈ હતી.

હાઈકોર્ટે આ મુદ્દે કાયદૃાકીય જોગવાઈ રજૂ કરવા આસારામના વકીલને સૂચના આપી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર સારવાર માટે રાહત આપવાની માગ અને પેરોલ સંબંધિત કાયદૃાકીય સ્થિતિ અંગે હવે આગામી કાર્યવાહી દરમિયાન વધુ સ્પષ્ટતા થઈ શકે છે. આ કેસમાં હાઈકોર્ટનો આગામી નિર્ણય આસારામની હંગામી જામીન અરજી માટે મહત્વપૂર્ણ બની શકે છે.

આસારામ સુરતની યુવતી સાથે દૃુષ્કર્મના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે ફટકારેલી આજીવન કેદૃની સજા ભોગવી રહૃાો છે. આ ઉપરાંત રાજસ્થાનના દુષ્કર્મ કેસમાં પણ તેને આજીવન કેદૃની સજા થઈ છે અને તે જોધપુર જેલમાં સજા કાપી રહૃાો છે.