સબરીમાલાના પ્રસાદમની શુદ્ધતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા ટીડીબીને નિર્દેશ આપ્યો

કેરળ હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (ટીડીબી) ને નિર્દેશ આપ્યો છે કે પ્રસાદ બનાવવા માટે ખરીદેલા ઘટકોની ગુણવત્તા સબરીમાલા મંદિરના નિર્ધારિત ધોરણો અને ધાર્મિક પરંપરાઓ અને આવશ્યકતાઓનું પાલન કરે છે.

ન્યાયાધીશ રાજા વિજયરાઘવન વી અને કે.વી. જયકુમારની બેન્ચે ૨૦૨૧ માં દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ નિર્દેશ જારી કર્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિરમાં વિતરણ માટે ‘અરવણ’ અને ‘અપ્પમ’ તૈયાર કરવામાં ‘હલાલ ગોળ’નો ઉપયોગ થઈ રહ્યો છે અને તેનો ઉપયોગ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. ‘અરવણ’ એ ગોળ અને ચોખામાંથી બનેલો પાયસમ છે, અને ‘અપ્પમ’ એ ચોખા અને ગોળમાંથી બનેલી મીઠી વાનગી છે. બંને અયપ્પા મંદિરમાં ભક્તોને અર્પણ કરવામાં આવતા ‘પ્રસાદમ’ (પવિત્ર પ્રસાદ) છે.

અરજદાર એસ.જે.આર. કુમારે ખાસ દલીલ કરી હતી કે ‘હલાલ’ પ્રમાણપત્રનો અર્થ એ છે કે ગોળ અન્ય સમુદાયની ધાર્મિક માન્યતાઓ અને રિવાજા અનુસાર તૈયાર કરવામાં આવ્યો હતો. આનાથી તે ભગવાન અયપ્પાને અર્પણ કરવા માટે ‘સાત્વિક’ અથવા શુદ્ધ ઘટક તરીકે અયોગ્ય બન્યું.

બેન્ચે નોંધ્યું હતું કે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડએ ઈ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા ગોળ ખરીદ્યો હતો. સૌથી વધુ બોલી લગાવનાર કંપનીએ ૧૯,૯૬,૦૩૪ કિલોગ્રામ ગોળ પાવડર સપ્લાય કરવાનો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મહારાષ્ટ્ર સ્થિત કંપનીએ કેટલાક પશ્ચિમ એશિયાઈ દેશોમાં પણ ગોળ નિકાસ કર્યો હતો, જેના કારણે તેના પેકેજિંગ પર ‘હલાલ’ પ્રમાણપત્ર ચિહ્ન હતું.

કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને સબરીમાલા મંદિરને પાણી પૂરું પાડતા બૂસ્ટર સ્ટેશનોના બાંધકામ અને સલામતીનું તાત્કાલિક નિરીક્ષણ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આગામી યાત્રાધામ સીઝન દરમિયાન મંદિરમાં અવિરત અને પૂરતો પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ સ્ટેશનો કાર્યરત સ્થિતિમાં હોવા જાઈએ.

જસ્ટિસ રાજા વિજયરાઘવન વી અને કેવી જયકુમારની બેન્ચે જણાવ્યું હતું કે નિરીક્ષણના આધારે, જરૂરી મૂળભૂત સમારકામ, મજબૂતીકરણના પગલાં અને અન્ય જરૂરી કાર્યો ઓળખવા જાઈએ અને શક્્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જાઈએ.