બોડેલીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ

બોડેલી નગરમાં આજે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવાની હાજરીમાં આ અભિયાન યોજાયું હતું.

આ ઝુંબેશમાં બોડેલી મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંગઠનના કાર્યકરો, નગરપાલિકાના સભ્યો અને વહીવટી તંત્રના કર્મચારીઓ જોડાયા હતા.

અભિયાન દરમિયાન જાહેર સ્થળોએ સફાઈ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જ‚રી કામગીરી કરાઈ હતી.

આ સ્વચ્છતા અભિયાનમાં નગરજનોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને બોડેલી નગરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી.