ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું સન્માન, શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યો મોટો એવોર્ડ

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ગુજરાત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મતવિસ્તારમાં કરેલી નોંધપાત્ર વિકાસલક્ષી અને લોકાભિમુખ કામગીરી બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

નરેશ પટેલે ગણદેવી મતવિસ્તારમાં વિવિધ પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કામગીરી કરી છે. રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને વીજળી સહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી વિકાસકાર્યો આગળ વધારવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

ધારાસભ્યની કામગીરીમાં માત્ર વિકાસકાર્યો જ નહીં, પરંતુ વિવિધ વર્ગના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વડીલો અને જ‚રિયાતમંદ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે પણ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

એવોર્ડ મળ્યા બાદ ધારાસભ્ય નરેશ પટેલે આ સન્માન બદૃલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સન્માન માત્ર તેમનું નહીં, પરંતુ સમગ્ર ગણદેવી મતવિસ્તારની જનતાનું છે. તેમણે કહૃાું કે પ્રજાના વિશ્ર્વાસ અને સહકારથી મતવિસ્તારના વિકાસકાર્યોને વધુ ગતિ આપવાનો પ્રયાસ ચાલુ રહેશે. આગામી સમયમાં પણ બાકી રહેલા પ્રશ્ર્નોના ઉકેલ માટે સરકારના સહયોગથી સતત કામગીરી કરવાની ખાતરી તેમણે આપી હતી.

નરેશ પટેલને ‘શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ મળતાં ગણદૃેવી તાલુકાના નાગરિકો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વિવિધ લોકો દ્વારા ધારાસભ્યને અભિનંદન પાઠવવામાં આવી રહૃાા છે. આ સન્માનથી ગણદેવી મતવિસ્તારમાં તેમની કામગીરીને નવી ઓળખ મળી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહૃાું છે.