દિવાળી અને છઠ પૂજાના તહેવારને ધ્યાને રાખી

દે.બારીયા શહેરમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સધન ચેકીંગ કરવી જોઇએ કે નહી હાં તો કયારે ???

દાહોદ જીલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો જીલ્લો છે. તેઓનો ખાસ અને મુખ્ય તહેવાર હોળી હોય છે પરંતુ દિવાળી થી ભાઈબીજ સુધી તમામની રજા હોય છે, તો આ મજુરી પર ગયેલા આદિવાસી ભાઈઓ પોતાના વતન પરત આવે છે, તો તેઓ મીઠાઈના બોકસ ધરે લેતા જતા હોય છે. આ મિઠાઈ નકલી માવાથી બનાવવામાં આવે છે. તેવાસમયે મીષ્ઠાનના વેપારીઓ સસ્તી મીઠાઈનું વેચાણ કરતા હોય છે. આવા જ સમયે ખોરાક ઔષધ નિયમ વિભાગ દ્વારા વિશેષ ચકાસણી ઝુંબેશ હાથ ધરવી જોઈએ. તેવું શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

તા.૦૮/૧૧/૨૦૨૬ દેવદિવાળી સુધી દાહોદ જીલ્લા અને દે.બારીયા શહેરમાં વિવિધ દુકાનો ખાસ કરીને મીઠાઈની દુકાનોમાં ફ્રૂડ સ્ટોલો પર હાલથી જ સધન ચેકીંગ કરવામાં આવે તો નકલી માવાની નકલી મીઠાઈઓમાં પેંડા, બરફી જેવી મીષ્ઠાનની વાનગીઓમાં ઝેર પીરસવામાં આવે છે અને ખુલ્લો કારોબાર ચાલે છે. તેને હાલથી નાખવામાં આવે તો મહદઅંશે સ્વચ્છ અને ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો મળી રહેશે. આ ઉપરાંત ફ્રૂડ સેફટી ઓફિસર ખાદ્ય સુરક્ષા સાથે ઉપયોગી સલાહ સુચનની સમજણ આપશે ખરાં ? જો આતે તે બિરદાવવા લાયક કહેવાશે. આમ, ગરીબ આદિવાસી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતાહ ોય છે. તેઓ ભોળા આદિવાસીઓને મીઠાઈના નામે ઝેર‚પી મિષ્ઠાનનું વેચાણ કરી નહી શકે અને આમ જનતાના સ્વાસ્થ્યના સાથે ખેલવાડ થતો રહ્યો છે. તે અટકશે જેમાં બે મત નથી. ખાસ કરીને સ્વીટની દુકાનોવાળા સાથે પંડાલોમાં મિષ્ઠાનના વેપારએ પણ તૈયાર જ મીઠા જે બહારથી આવે છે. તેનો કોઈ ટ્રેડ માર્ક હોતો નથી અને એકસ્પાઈ ડેટ હોતી નથી. તેવો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.