
નેપાળના હિમાલયી ક્ષેત્રમાં ભારે હિમવર્ષા પછી છ ભારતીય પ્રવાસીઓ ગુમ થયા છે. તેમાં બે મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. બધા પ્રવાસીઓ નેપાળના સૌથી ઊંડા તળાવોમાંના એક શે-ફોક્સુંડો પર ટ્રેકિંગ કરી રહ્યા હતા. અધિકારીઓએ સમાચાર એજન્સી છદ્ગૈં ને આ વાતની પુષ્ટિ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવાસીઓ ડોલ્પો બુદ્ધ ગ્રામીણ મ્યુનિસિપાલિટીના વોર્ડ ચાર અને આઠમાંથી તળાવ તરફ જઈ રહ્યા હતા. તેઓ છેલ્લે શે-ફોક્સુંડો ગ્રામીણ મ્યુનિસિપાલિટીના વોર્ડ ચાર અને આઠ વચ્ચે સ્થિતિ નુમલા પાસ અને બાગલા પાસ વિસ્તારોમાં જાવા મળ્યા હતા.
સ્થાનિક માર્ગદર્શકોને શંકા છે કે બંગાળની ખાડીમાં વિકાસ પામી રહેલા ચક્રવાત અર્નબને કારણે ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓ પર્વતોમાં ફસાયા હતા. સ્થાનિક લોકોએ તેમને પ્રતિકૂળ હવામાન અને પર્વતીય ઘાટોમાં ખતરનાક પરિÂસ્થતિઓને કારણે આગળ વધવા સામે ચેતવણી આપી હોવા છતાં, પ્રવાસીઓએ તેમની યાત્રા ચાલુ રાખી. એવું માનવામાં આવે છે કે તેઓ ઊંચાઈથી પાછા ફરતી વખતે બરફમાં ફસાઈ ગયા હતા. ડોલ્પાના મુખ્ય જિલ્લા અધિકારી જુનુ હમાલે જણાવ્યું હતું કે ફોક્સુંડો તળાવ તરફ પાછા ફરતી વખતે પ્રવાસીઓ ફસાયા હતા. તેમણે કહ્યું કે સ્થાનિકોએ આગળ વધતા પહેલા તેમને હવામાન અને મુશ્કેલ પર્વતીય પરિસ્થિતિઓ વિશે ચેતવણી આપી હતી.
શે-ફોક્સુંડો ગ્રામીણ મ્યુનિસિપાલિટીના ચેરમેન ધવા સમદુક ગુરુંગે જણાવ્યું હતું કે પર્વતીય ઘાટોમાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ નથી, જેના કારણે ગુમ થયેલા પ્રવાસીઓનો સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યો છે. તેમના મતે, વોર્ડ ૪ અને ૮ વચ્ચે કોઈ મોબાઇલ ફોન સેવા નથી, જેના કારણે પ્રવાસીઓની વર્તમાન સ્થિતિ અને ઠેકાણા વિશે માહિતી એકત્રિત કરવી મુશ્કેલ બની રહી છે.વહીવટીતંત્રે ગુમ થયેલા પ્રવાસીઓને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરી છે. જા કે, ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન ઊંચાઈવાળા વિસ્તારોમાં બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. ડોલ્પાના નાયબ પોલીસ અધિક્ષક અનિલ રાજ ગિરીએ જણાવ્યું હતું કે, નવીનતમ માહિતી અનુસાર, તમામ છ ભારતીય પ્રવાસીઓનો સંપર્ક કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે વહીવટીતંત્રે સંબંધિત એજન્સીને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે.
ગુમ થયેલા પ્રવાસીઓને શોધવા અને બચાવવા માટે નેપાળી સેનાની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મોબાઇલ નેટવર્કનો અભાવ, ભારે બરફ અને મુશ્કેલ પર્વતીય રસ્તાઓ બચાવ ટીમો માટે પ્રવાસીઓનું ચોક્કસ સ્થાન નક્કી કરવામાં મુશ્કેલ બનાવી રહ્યા છે.
જિલ્લા વહીવટી કચેરીના જણાવ્યા અનુસાર, ઉપલા ડોલ્પામાં આવનારા પ્રવાસીઓની સંખ્યા ૨૪૪ છે. આમાં ૧૪૯ નેપાળી નાગરિકો,દેશોના ૪૪ પ્રવાસીઓ અને અન્ય દેશોના ૫૧ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. બગડતા હવામાન વચ્ચે, જિલ્લા વહીવટીતંત્રે પ્રવાસીઓને જાખમી વિસ્તારો ટાળવા અને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.