
અમેરિકાના એટલાન્ટામાં ક્વાડના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ હતી. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બેઠક દરમિયાન, ક્વાડ દેશોએ નેપાળમાં આવેલા વિનાશક પૂર પછી સહાય પૂરી પાડવામાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ભારતે નેપાળમાં રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી સાધનો સાથે નાણાકીય સહાય પૂરી પાડી હતી. બેઠકમાં પશ્ચિમ એશિયાઈ તણાવ, દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક વેપાર સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
બેઠક પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં, ક્વાડ દેશોએ નેપાળમાં પૂર અને બચાવ કામગીરી દરમિયાન સહાય પૂરી પાડવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી. વધુમાં, ચારેય દેશો દ્વારા નેપાળને આપવામાં આવેલા સમર્થનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. ભારતે રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી સાધનો પૂરા પાડ્યા હતા અને નાણાકીય સહાય પણ પૂરી પાડી હતી. ક્વાડ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસાને કટોકટીના સમયમાં ભારતની સક્રિય ભૂમિકા અને પડોશી દેશોને મદદ કરવાની તેની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે જાવામાં આવી રહી છે.
કોઈપણ દેશનું નામ લીધા વિના, ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ આર્થિક દબાણ નીતિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મનસ્વી નિકાસ પ્રતિબંધો અને સામાન્ય બજાર નિયમોની વિરુદ્ધ નીતિઓ વૈશ્વિક પુરવઠા શૃંખલાને નુકસાન પહોંચાડી રહી છે. ખાસ કરીને મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં વધુ ઉત્પાદન અને આવી વેપાર નીતિઓ વૈશ્વિક પુરવઠા શૃંખલાને અસર કરી રહી છે. નિવેદનમાં વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે આર્થિક સુરક્ષાને આવશ્યક ગણાવી ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં વિશ્વસનીય અને ખુલ્લી વૈશ્વિક પુરવઠા શૃંખલા અને મજબૂત માળખાગત સુવિધાઓ બનાવવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ક્વાડ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ, લાલ સમુદ્ર અને બાબ-અલ-મંડેબ સ્ટ્રેટમાં જહાજાનું સલામત અને અવરોધ વિનાનું નેવિગેશન સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દરિયાઈ માર્ગો દ્વારા વેપાર અને ઊર્જાનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરવો મહત્વપૂર્ણ છે. જહાજા અને તેમના ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવી જાઈએ. આ માર્ગો પર પસાર થતા જહાજાને કોઈપણ ટોલ વિના નેવિગેશનની સ્વતંત્રતા મળવી જાઈએ. ક્વાડએ આંતરરાષ્ટÙીય દરિયાઈ કાયદા અનુસાર નેવિગેશન અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્્યો.
બેઠક પછી, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ક્વાડએ સ્થિરતા જાળવવા, સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને ઇન્ડો-પ્રશાંત ક્ષેત્રમાં તમામ દેશોને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ટેકનોલોજી, મહત્વપૂર્ણ ખનિજા અને ઉર્જા સુરક્ષા માટે મજબૂત સપ્લાય ચેઇન બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો. જયશંકરે આતંકવાદનો સામનો કરવા, દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય ક્ષમતા વધારવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્્યો. તેમણે કહ્યું કે આ પ્રયાસો ક્ષેત્રમાં શાંતિ અને Âસ્થરતાને મજબૂત બનાવશે.
જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એટલાન્ટા બેઠક આ વર્ષે ક્વાડ વિદેશ મંત્રીઓની ત્રીજી બેઠક હતી. અગાઉની બેઠકો નવી દિલ્હી અને મનીલામાં પણ થઈ છે. તેમણે લખ્યું કે ઇન્ડો-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા, સમૃદ્ધિ અને પોતાની પસંદગીના નિર્ણયો લેવાની સ્વતંત્રતા જાળવવી એ ક્વાડના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે.