વડોદરા ગ્રામ્ય એલસીબીએ સરકારી નીમ કોટેડ યુરિયાના ગેરકાયદે વેચાણનો ભાંડો ફોડતાં ૧૩૮ થેલી જપ્ત

વડોદરા ગ્રામ્ય એલસીબીને આ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. ૪૫ કિલોની ખાતરની કુલ ૧૩૮ થેલીઓ જપ્ત કરવામાં આવી છે. સરકારી નીમ કોટેડ યુરિયાના ગેરકાયદે વેચાણના મામલે પીળા રંગની ૮૪ થેલીઓ પણ પોલીસે કબજે કરી છે. આ કાર્યવાહીમાં આઇસર ગાડી સહિત કુલ રૂ. ૫,૭૮,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સાહિલ ફારૂક વોરા નામના એક આરોપીની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત જગદીશ, ભાવેશ અને રાકેશનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ આરોપીઓ આણંદ, ધર્મજ અને પેટલાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.