વિરોધ પ્રદર્શનોને લઈને ફ્રાન્સમાં હાઈ એલર્ટ, ૭૦,૦૦૦ પોલીસ તૈનાત; પેરિસમાં માર્ચ ઉપર પ્રતિબંધ

વધતી મોંઘવારી અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ભંડોળને લઈને ફ્રાન્સમાં વિરોધ તીવ્ર બન્યો છે. સતત ત્રીજા સપ્તાહના અંતે વિરોધ પ્રદર્શનોની અપેક્ષાએ સરકારે સુરક્ષા કડક કરી છે. ફ્રાન્સમાં લગભગ ૭૦,૦૦૦ પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, ખાસ કરીને હેલોવીન પ્રસંગે.રાજધાની પેરિસમાં માર્ચનો રૂટ શહેરની બહારના વિસ્તારોમાં બદલવામાં આવ્યો છે.

પોલીસે યુનિયનો અને ‘યલો વેસ્ટ’ વિરોધીઓના કૂચને શહેરના કેન્દ્રમાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂક્્યો છે. વિરોધીઓને હવે ફક્ત પોર્ટે ડી બેગનોલેટથી પોર્ટે ડી ચારેન્ટન સુધીના નિર્ધારિત માર્ગ પર જ કૂચ કરવાની મંજૂરી આપવામાં આવશે.દરમિયાન, ગૃહ પ્રધાન લોરેન્ટ નુનેઝે ચેતવણી આપી છે કે હેલોવીન પર, ખાસ કરીને અંધારા પછી, અશાંતિનું ઉચ્ચ જાખમ છે. યુનિયનો અને વિદ્યાર્થી સંગઠનોએ પ્રદર્શનો પરના પ્રતિબંધોને કોર્ટમાં પડકાર્યા હતા, પરંતુ કોઈ રાહત મળી નથી.

પોલીસે પેરિસના પ્લેસ ડે લા રિપÂબ્લક અને લેસ હેલ્સમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મુક્યો છે. આ બે વિસ્તારોમાં ૧૭ ઓક્ટોબરે રમખાણો અને લૂંટફાટની ઘટનાઓ જાવા મળી હતી. આ પ્રતિબંધ શનિવાર અને રવિવારે રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.ફ્રાન્સ ઉપરાંત, જર્મની અને સ્પેનમાં પણ યુવાનોની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જર્મનીમાં, “જનરલ ઝેડ રીગાલ્ટ” નામના યુવા જૂથે લગભગ ૩૦ શહેરોમાં પ્રદર્શનોનું આહ્વાન કર્યું છે. આ પ્રદર્શનોનો હેતુ શિક્ષણ, આરોગ્ય, આબોહવા સંરક્ષણ અને પોષણક્ષમ જીવનનિર્વાહની માંગણીઓ ઉઠાવવાનો છે. બર્લિનના બ્રાન્ડેનબર્ગ ગેટ પર લગભગ ૧૦,૦૦૦ લોકો એકઠા થવાની ધારણા છે.

દરમિયાન, સ્પેનના બાર્સેલોનામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે થયેલા રમખાણો બાદ આશરે ૧૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર યુરોપમાં વિરોધ પ્રદર્શનોની અપેક્ષાએ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. વધતી મોંઘવારી સામે ફ્રાન્સમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગણીઓ તરીકે જે શરૂ થયું હતું તે હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. રાજધાની પેરિસ સહિત વિવિધ ફ્રેન્ચ શહેરોમાં લાખો લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.