
ઝાલોદ તાલુકાના ગામડી, ફુલપરા, ટીમાચી, ચાકલીયા તથા ગોવિંદ ગુરૂ – લીમડી તાલુકાના રૂપાખેડા, પેથાપુર, મલવાસી, પરથમપુર સહિતના ગામોમાં રિસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્યના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’વિકસિત ભારતના’ સંકલ્પને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં સલામત અને સુવિધા સભર માર્ગોના જોડાણ દ્વારા છેવાડાના માનવીઓ સુધી રોડ નેટવર્ક પૂરૂં પાડવા માટે માર્ગ અને મકાન વિભાગને નિર્દેશો આપ્યા હતા. જે અંતર્ગત દાહોદ જીલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુરસ્તીકરણ અને રિસરફેસિંગની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ દ્વારા ઝાલોદ તાલુકાના 16.07 કરોડના 30 જેટલા મંજૂર થયેલા રિસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના વરદ હસ્તે ઝાલોદ તાલુકાના ગામડી, ફુલપરા, ટીમાચી, ઘોડીયા, ચાકલીયા તથા ગોવિંદ ગુરૂ – લીમડી તાલુકાના રૂપાખેડા, પેથાપુર, મલવાસી, પરથમપુર, રળીયાતી ભુરા સહિત 30 જેટલા રિસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.