દે.બારીઆની કેટલીક શાળાઓમાં ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધાનો અભાવ

દે.બારીઆ તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે હજુપણ ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા શ‚ નહિ થતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે વાલીઓ દ્વારા પુછપરછ કરાતા જવાબદાર કર્મચારીઓ દ્વારા જિલ્લા કક્ષાએ હજુ સુધી દરખાસ્ત જ નહિ કરાઈ હોવાનુ જાણવા મળેલ છે.

દે.બારીઆ તાલુકા સહિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં નવુ શૈક્ષણિક સત્ર શ‚ થઈ ચુકયુ છે. દરેક પ્રા.શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી પણ થઈ ગઈ. બાળકોને દુરના અંતરથી શાળાઓમાં આવવા-જવા માટે સરકાર તરફથી ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા અમલમાં મુકાઈ છે. ત્યારે દે.બારીઆ તાલુકાના અમુક પગાર કેન્દ્રની પ્રા.શાળાઓમાં હજુ સુધી ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા બાળકોને મળી નથી. જેમાં મોટીઝરી પગાર કેન્દ્રમાં કુલ ૧૦ જેટલી શાળાઓ છે. જેમાં મોટીઝરી, ચેનપુર, કોલીયારી ફળિયા ચેનપુ એમ ત્રણ શાળામાં હાલ ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા છે. જયારે બીજા ગામો કાલિયાકોટ, નાનીઝરી, ખેડા ફળિયા, મેડી ફળિયા, કાલીયા કોટા, નાથુડી, નવા ફળિયા ચેનપુરની શાળાઓમાં હજુ સુધી ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા શ‚ કરાઈ નથી. જેના કારણે નાના બાળકોને દુર અંતરે શાળામાં જવુ અઘ‚ બન્યુ છે. જયારે અમુક શાળામાં અંતર ઓછુ હોવાથી ત્યાં ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા મળવા પાત્ર નથી. તાલુકાની દરેક પગાર કેન્દ્રની શાળામાં ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા માટે જવાબદાર સીઆરસી દ્વારા દરખાસ્ત મોકલવાની હોય છે. ત્યારે આ ગામોમાં આ સુવિધા માટે હજુ સુધી કોઈ દરખાસ્ત કરાઈ નહિ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ ગામોના બાળકોને નાછુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. જેથી વહેલી તકે આ બાળકો માટે ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા શ‚ કરવા માંગ કરાઈ છે.