દાહોદમાં અકસ્માત મોતની ત્રણ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ જણાના અટાણે મોત

દાહોદ શહેર સહિત જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી અકસ્માત મોતની ત્રણ ઘટનાઓમાં એક મહિલા સહિત ત્રણ જણાના અટાણે મોત નીપજવાનું જાણવા મળ્યું છે .

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જીલ્લામાં અકસ્માત મોતની ઘટના ધાનપુર તાલુકાના નાકટી ગામે બનેલી ઘટનાઓ પૈકીની એક માળ ફળિવામાં ગત રાતે સાડા સાત વાગ્યાના સુમારે બનવા પામી હતી.

જેમાં નાકટી ગામના માળ ફળિયામાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ બારીયાની પત્ની 35 વર્ષીય ચંદ્રિકાબેન નવીનભાઈ બારીયા પોતાના થરે રસોઈ બનાવતા હતા. તે વખતે અચાનક ગેસના બાટલા માંથી ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે ચંદ્રિકાબેન શરીરે ગંભીર રીતે દાઝતા તેઓને સારવાર માટે દેવગઢ બારીયા ખાતેની બુટાલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ઈજાની ગંભીરતાને ધ્યાને લઈ પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. જ્યાં તેને તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ કાગળિયા મામલે ધાનપુર પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જીલ્લામાં અકસ્માત મોતની ઘટના દાહોદ શહેરના રળીયાતી રોડ પર આવેલ લક્ષ્મી નગરમાં રાત્રિના સાડા આઠ 1 વાગ્યાના સુમારે બનવા પામી હતી. જેમાં લક્ષ્મીનગર મકાન નંબર- 309 માં રહેતા 63 વર્ષીય નરેન્દ્ર ભાઈ બાગમલ દોશી પોતાના ઘરે જમીને પરવારી બેઠા હતા. તે વખતે અચાનક બેભાન થઈ પડી જતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ મામલે દાહોદ ટાઉન પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે