લીમખેડા-પીપલોદ- દેવગઢ બારિયા માંથી રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
પીપલોદ અને લીમખેડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ભારે સપાટો બોલાવી ગેરકાયદેસર રેતી વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા સાદી રેતી ખનીજનું બીન અધિકૃત રીતે પરિવહન કરતી કુલ 6 જેટલી ટૂંકો સિઝ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા 1 કરોડ 30 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જીલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલી પાનમ અને ઉજ્જવલ નદીમાંથી ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. રોયલ્ટી પાસપરમીટ વિના દરરોજ રેતી ભરેલી 200થી વધુ ટૂંકો લીમખેડાના માર્ગે ઝાલોદ થઈ રાજસ્થાન તરફ જતી હોવાની માહિતી મળી રહી છે. મોટાભાગના ડમ્પરો રોયલ્ટી ચુકવ્યા વિના ગેરફાયદેસર રીતે પસાર થતા હોવાથી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.. ખાનખનીજ વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને ચકમો આપવા માટે રેતી ખંડન માફિયાઓ દ્વારા કોઈ રાજકીય મોટા માથાના આશીર્વાદથી પોતાનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
રાત્રિના નવ વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી ગેરકાયદેસર રેતીનું વહન કરવામાં આવે છે. કોણ આવ્યું અંદર ટુકોની અવર જવરની માહિતી એક બીજાને ટેલીફોનિક સંપર્ક કરી તેમજ સોશિયલ મીડિયા મારફતે પહોંચાડવામાં આવે છે. જેથી તપાસ એજન્સીઓથી બચી શકાય. આ પરિસ્થિતિ વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદેસર રેતી વહન કરતી 6 જેટલી ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી આ ટ્રકોમાં રોયલ્ટી પાસ વિના 150 ટનથી વધુ રેતી લઈ જવાઈ રહી હતી. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ દાહોદ જીલ્લામાં સફેદ રેતીના કાળા કારોબાર પર સંપૂર્ણ અંકુશ લાવવો વિભાગે તમામ ટુકો સિઝ કરી કુલ રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ હજુ પણ મોટો પડકાર બની રાહ્યો છે. ખાણ ખનીજ વિભાગ પાસે મર્યાદિત સ્ટાફ અને ટાંચા સંસાધ નો હોવાને કારણે રેતી ખનન માફીઆઓ પર સતત નજર રાખવી મુશ્કેલ બની છે. દેવગઢ બારિયાથી ઝાલોદ સુધી લીમખેડા ગોવિંદ ઝાલોદ એમ ચાર મામલતદાર કચેરીઓના કાર્યક્ષેત્ર માંથી ગેર કાયદેસર ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો પસાર થાય છે. પોલીસ વિભાગની વાત કરીએ તો દેવગઢ બારીયા, પીપલોદ, લીમખેડા, લીમડી અને ઝાલોદ એમ કુલ પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આ ગેર કાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો બિન્દાસ રીતે પસાર થતી હોવાની ચર્ચા છે. જો સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ એકબીજાના સંકલનમાં રહી કાર્યવાહી કરે તો રેતીના કાળા કારોબાર પર ચોક્કસપણે અંકુશ આવી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, ઓવરલોડ રેતી ભરેલી ટુકોના કારણે માર્ગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. રેતીમાંથી વહી જતું પાણી ડામર રોડને નુકસાન પહોંચાડે છે. જેના કારણે રસ્તાઓ ઝડપથી તૂટી જાય છે આવી સ્થિતિમાં તમામ સંબંધિત વિભાગો દ્વારા કડક અને સતત કાર્યવાહી કરવામાં આવે તો ગેરકાયદેસર રેતી વહન અટકી શકે અને સરકારની તિજોરીને દર વર્ષે થતા કરોડો રૂપિયાના નુકસાનથી બચાવી શકાય તેમ છે. પરંતુ આ નક્કર સનાતન સત્ય ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ આરટીઓ તંત્ર સમજે ત્યારે જ તે શક્ય બને તેમ છે