છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાંના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. તેની સાથે પોસ્ટમોર્ટમ મ પાસેથી ભુંડનો મૃતદેહ મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાંથી આરોગ્ય તંત્રની કામગીરીની પોલ ખુલી છે. દર્દીઓની સારવાર માટે બનાવેલી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાં અંગે ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ પરીસરમાં જ પી.એમ.મની બિલકુલ નજીકમાં જ એક ભુંડનો મૃતદેહ લાંબા સમય સુધી પડ્યો રહેતા કુતરાની અવર જવર તેની પાસે જોવા મળી હતી. હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં હજારો દર્દીઓ તેમના સ્વજનો સાથે સારવાર માટે આવતા હોય છે. આરોગ્ય સુધારવાની જગ્યાએ ગંદકી અને રોગચાળો ફેલાય તેવી બેદરકારી જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.