છોટાઉદેપુર રેલવે સ્ટેશને ખાતે સાંસદ અને પાલિકા પ્રમુખની ઉપસ્થિતીમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૮ સપ્ટેમ્બરના ગુજરાત આગમનને વધાવવા છોટાઉદેપુરમાં સ્વચ્છતા સે સ્વાગત જનઅભિયાનનો પ્રારંભ કરાયો છે. રેલવે સ્ટેશન પર યોજાયેલા સ્વચ્છતા કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા સહિત જનપ્રતિનિધિઓ, નગરપાલિકા સભ્યો, કર્મચારીઓ તેમજ સફાઈ સેવકોએ શ્રમદાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૮ સપ્ટેમ્બરના ગુજરાત આગમનને વધાવવા છોટાઉદેપુરમાં સ્વચ્છતા સે સ્વાગત જનઅભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અંતર્ગત છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ પરવેઝ મકરાણી, ચીફ ઓફિસર, વિવિધ સમિતિઓના ચેરમેન, નગરપાલિકા સભ્યો, કર્મચારીઓ તેમજ સફાઈ સેવકો જોડાયા હતા. સૌએ સાથે મળીને સ્ટેશન પરિસરમાં શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે સ્વચ્છતા, હરિયાળી તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધતા દર્શાવાઈ હતી. અભિયાન દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો. પાલિકા તેમજ નગરજનોએ સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.