છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી નગરપાલિકાના વોર્ડ નં. ૩માં છેલ્લા પાંચ દિવસથી પાણી પુરવઠો ખોરવાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે.
સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં નવો RCC રોડ બનાવવા માટેJCBથી કરવામાં આવેલા ખોદકામ દરમિયાન પાણીની લાઈનોને નુકસાન થતાં પાણી પુરવઠો બંધ થયો હોવાનું જાણવા મળ્યું છે. પાણીની લાઈનોના સમારકામની કામગીરી શ કરાઈ હોવા છતાં પાંચ દિવસ બાદ પણ સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ સોસાયટીમાં જૂના રસ્તાને તોડી નવો RCC રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન JCBથી કરાયેલા ખોદકામમાં પાણીની લાઈનો તૂટી જતાં સોમનાથ સોસાયટી, જમના પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી પહોંચતું બંધ થઈ ગયું હતું. એક તરફ રોડની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે, બીજી તરફ પાણીની સમસ્યાના કારણે રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘરવપરાશથી લઈ શૌચાલય સુધી પાણીની તંગી પાંચ દિવસથી પાણી ન મળતાં રહિશોની દૈનિક જરિયાતો પણ ખોરવાઈ ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, લાઈન તૂટ્યા બાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ છતાં પૂરતી વ્યવસ્થા ન થતાં લોકોની મુશ્કેલી વધી છે.
પાલિકા સભ્યવોર્ડ નં. ૩ના સદસ્ય પાર્થ સોનીના જણાવ્યા મુજબ, અગાઉ ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું અને હવે વિકાસના ભાગપે છઈઈ રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
ખોદકામ દરમિયાન પાણીની લાઈનોને નુકસાન થતાં પાણી પુરવઠો ખોરવાયો છે. બે દિવસની રજાઓના કારણે કામદારો ઉપલબ્ધ ન હોવાથી સમારકામની કામગીરીમાં વિલંબ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ આવતીકાલે કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવત્ કરવાની ખાતરી આપી છે.