છોટા ઉદેપુરજના રંગપૂર નાકા પાસેથી સ્કોર્પિયો ગાડી માંથી રૂ3.૨૧ લાખના દારૂ સાથે ૪ ઈસમો ઝડપ્યા

છોટા ઉદેપુર જિલ્લા એલસીબીએ રંગપુર નાકા પાસેથી 3.21 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાર લોકોને પકડ્યા છે. પોલીસે તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.

છોટા ઉદેપુર એક સરહદી જીલ્લો છે. આ કારણે અહીં પરપ્રાંતમાંથી વિદેશી દા‚ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થાય છે. જીલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવે છે.

જીલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, સુરખેડા તરફથી એક સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દા‚ ભરીને છોટા ઉદેપુર તરફ આવી રહી હતી.

આ બાતમીના આધારે એલસીબી ટીમે નગરના રંગપુર નાકા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની સ્કોર્પિયો ગાડી નંબર GJ 36 AR 0004 આવતા તેને રોકવામાં આવી. ગાડીની તપાસ કરતા તેમાંથી 1000 વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની કિંમત 3,21,000 રૂપિયા છે.

પોલીસે ગાડીમાં સવાર ચાર લોકોને પકડ્યા છે. તેમના નામ તૌફીક મહંમદભાઈ સદાર (રહે. દૂધ સાગર મેન રોડ, ગામેતી હોલ વાળી શેરી, રાજકોટ), અશરફ રહીમ રફાઈ (રહે. બેડી પરા ફાયર બ્રિગેડ શેરી નં.2, ભાવનગર રોડ, રાજકોટ), મુસ્તુફા સલીમ સિપાઈ (રહે. વૃંદાવન સોસાયટી, આર.એમ.સી. આવાસ યોજના બ્લોક નં.10, રૂમ નં 1110, કાલાવાડ રોડ, રાજકોટ) અને જયદીપ નારણભાઈ પરમાર (રહે. ગજીવાડા શેરી નં.24, રાજકોટ) છે.

એલસીબીએ વિદેશી દારૂ, સ્કોર્પિયો ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ 13,44,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.