
જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્લુએન્સર કીર્તિ પટેલ સામે જૂનાગઢના ભવનાથ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે. ભવનાથ પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ ફરી એકવાર કીર્તિ પટેલ વિરુદ્ધ બીજી ફરિયાદૃ નોંધાઈ છે. આ ફરિયાદૃ ભાલકાતીર્થ નજીક આવેલ નિરાલી ખોડિયાર ઉદૃાસીન આશ્રમના મહામંડલેશ્ર્વર સ્વામી બજરંગદૃાસ ઉદૃાસીન બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. સદૃીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદૃલ આ ગુનો નોંધવામાં આવ્યો છે.
જૂનાગઢ મહાશિવરાત્રી મેળાના સમાપનમાં મુર્ગી કુંડમાં સોશ્યલ મીડિયા ઇન્લુએન્સર કીર્તિ પટેલ સામે જુદૃી જુદૃી કલમોની ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ વિવાદમાં સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મહામંડલેશ્ર્વર બજરંગદૃાસ બાપુએ કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગીર સોમનાથના વેરાવળ સ્થિત ભાલકાના નિરાલી ખોડિયાર મંદિૃરના મહંત અને મહામંડલેશ્ર્વર સ્વામી બજરંગદૃાસજી ઉદૃાસીન દ્વારા આજે જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયા ઇન્લુએન્ઝર કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સાધુ સમાજ મેદૃાને આવ્યો છે.
તાજેતરમાં જૂનાગઢ ભવનાથના મેળા દરમિયાન કીર્તિ પટેલની હાજરી અને તેના પહેરવેશને લઈને વિવાદૃ વકર્યો છે. મહામંડલેશ્ર્વર બજરંગદૃાસજી બાપુએ આક્ષેપ કર્યો છે કે સનાતન ધર્મ અને સાધુત્વની મર્યાદૃાનો ભંગ થયો છે.
નિરાલી ખોડિયાર મંદિરના મહંત સ્વામી બજરંગદૃાસજી મહારાજે કહૃાું કે, સનાતન ધર્મની પરંપરાઓ સાથે ચેડા કરનાર કોઈ પણ વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે. કીર્તિ પટેલ સામે કડક કાયદૃાકીય પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે.
ભવનાથ પોલીસ સ્ટેશનમાં મળેલી આ ફરિયાદ બાદ હવે પોલીસ આ મામલે શું તપાસ કરે છે તેના પર સૌની નજર છે. સાધુ-સંતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદૃોલન તેજ કરવામાં આવશે.