૧૦ વર્ષની લડત બાદ ગુજરાતની પશુપાલક મહિલાને ન્યાય મળ્યો

એક પશુપાલક વિધવા મહિલાને ૧૦ વર્ષની લડત બાદ આખરે ન્યાય મળ્યો. ૧૦ વર્ષની લડતે ગ્રામ્ય વિસ્તારના નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાના ભાગમાં ન્યાય આવ્યો. વીમાકૃત ભેંસના મૃત્યુ બાબતે સ્ટેટ કમિશનનો વીમા કંપની વિરૂધ્ધ ગુણવત્તાલક્ષી અને ગ્રાહકલક્ષી ક્રાંતિકારી ચૂકાદૃો આવ્યો. જેમાં આણંદ જીલ્લા કમિશનના ૨૦૧૭ ના હુકમને રદબાતલ ઠરાવી ફરીયાદૃી મહિલાને રૂ.૩૮,૦૦૦/- વાર્ષિક ૮ ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૂ.૨૦,૦૦૦/- અલગથી ચુકવવા વીમા કંપનીને આદૃેશ કરાયો.

એક વિધવા પશુપાલક મહિલાને ૧૦ વર્ષની કાનૂની લડાઈ બાદ ન્યાય મળ્યાની ઘટના સામે આવી છે. આણંદના સોજીત્રાના મલાતજ ગામના વિધવા મહિલા જનકબેન મહિડાની ભેંસનું ૧૨ વર્ષ પહેલાં ૨૦૧૫માં મોત થયું. જે ભેંસનો વીમો લીધો હોવાથી મહિલાએ વીમા કંપનીમાં દાવો કર્યો. જોકે વીમા કંપનીએ ભેંસના મોત સમયે ટેગ નહિ હોવાનું કારણ દૃર્શાવી વીમો નકાર્યો. જેથી મહિલા આણંદ તકરાર નિવારણ કમિશનમાં વીમા કંપની સામે દાવો કર્યો. જોકે ત્યાં ૨ વર્ષની લડાઈએ ૨૦૧૭માં કેસ રદૃ કરી દૃેવાયો.

આ બાદૃ પણ મહિલા િંહમત ન હારી અને તેઓએ અમદૃાવાદૃમાં ગ્રાહક સુરક્ષા પગલાં સમિતિમાં મુકેશ પરીખ પાસે પહોંચતા કસને ગુજરાત સ્ટેટ કમિશનમાં અપીલ કરાયો. જ્યાં ભેંસના મોત પહેલા ટેગ ગુમ થયાની જાણ કર્યા બાબત અને ટેગ સિવાય ભેંસ ની ઓળખ સહિતના પુરાવાઓ રજૂ કરાયા. જે પુરાવા અને સતત ચાલેલી દૃલીલો બાદૃ ૧૦ વર્ષે વિધવા મહિલા તરફી ચુકાદૃો આવ્યો.

ગુજરાત સ્ટેટ કમિશને વીમા કંપનીને વિમાની ૩૮ હજાર રકમ ૧૦ વર્ષના ૮ ટકા વ્યાજ સાથે ૨૦ હજાર ખર્ચ ચૂકવવા આદૃેશ કરાયો. જે રકમ મળી ૧ લાખ ઉપર રકમ વીમા કંપનીએ વિધવા મહિલા પશુપાલક ને ચુકવવાની રહેશે. જે ચુકાદૃો આવતા ફરિયાદૃી મહિલા અને તેમના પુત્રએ ચુકાદાને આવકાર્યો. તો બીજી તરફ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખે વીમો ન આપવા બહાના શોધતી કંપનીઓ ને આ કેસ લપડાક સમાન અને ઉદૃાહરણ રૂપ સમાન પણ ગણાવ્યો હતો.