છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકાની કામગીરી અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે આમ આદમી પાર્ટીએ હવે આક્રમક વલણ અપનાવ્યુ છે. વિવિધ પ્રજાલક્ષી પ્રશ્ર્નો અંગે બોડેલી નાયબ કલેકટરને લેખિત રજુઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. આપના જણાવ્યા મુજબ બોડેલી નગરપાલિકા નવી બન્યાને એક વર્ષ પુર્ણ થવા જઈ રહ્યુ છે. તેમ છતાં નગરજનોના અનેક મુળભુત પ્રશ્ર્નો હજુ યથાવત છે.
અરજદારો પાસેથી વારંવાર કાગળો અને પુરાવા મંગાવી તેમને કચેરીના ધકકા ખવડાવી રહ્યા છે. સામાન્ય કામ માટે પણ અરજદારોને વારંવાર બોલાવવાની પ્રથા સામે પક્ષે સખ્ત નારાજગી વ્યકત કરી છે. અરજદારની અરજી સાથે જરી સાધનિક કાગળો એક જ વખતમાં સ્વિકારી તેની કામગીરી સરળ અને ઝડપી બનાવે, જેથી સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ચકકર ન કાપવા પડે, રજુઆતમાં ખાસ કરીને નાગરિકોના હિત સાથે જોડાયેલા કામોમાં બિનજરી વિલંબ અને પ્રક્રિયાગત અડચણો દુર કરવાની માંગ ઉઠાવી છે. બોડેલીના રસ્તાઓ, સ્ટ્રીટલાઈટ સહિતના જાહેર સુવિધાના પ્રશ્ર્નો પણ ઉઠાવ્યા છે. બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે પર રસ્તાના ડિવાઈડર ઉ૫ર સ્ટ્રીટલાઈટ છેલ્લા એક વર્ષથી કરાતી નથી. લોકો રજુઆતો કરીને થાકી ગયા છે. તેમ છતાંય નગરપાલિકાના સત્તાધિશો લોકોની રજુઆતોને ધ્યાન ન આપતા હાલ આપ દ્વારા સ્ટ્રીટલાઈટની રજુઆત કરી છે. શહેરમાં સ્વચ્છતાં અને જાહેર આરોગ્યને અસર કરતા પ્રશ્ર્નો અંગે પણ તાકિદે પગલાં ભરાય તેવી રજુઆત કરાઈ છે.