બિહારમાં ઉંદર દારૂ પીવે છે અને ગુજરાતમાં ઉંદર ડ્રગ્સ ખાય છે, કોંગ્રેસ નેતા કનૈયા કુમાર

કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જાય અને મંત્રી બની જાય છે. હાલમાં મોટાભાગના ધારાસભ્ય અને મંત્રી મૂળ કોંગ્રેસ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજનીતિ શ‚ થઈ ગઈ છે. ત્યારે આજે સંવિધાન સંકલ્પ સભા માટે સીડબ્લ્યુસી મેમ્બર કનૈયાકુમાર અમદૃાવાદૃ આવ્યા હતા. આ દૃરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાતમાં કથિત રીતે ઉંદૃરો દ્વારા ડ્રગ્સ ખાવાના મુદ્દાને ઉઠાવ્યો હતો અને બિહારમાં પણ ઉંદૃરો દ્વારા કથિત રીતે દૃા‚ પીવાની ઘટના સાથે સરખામણી કરી હતી. ઉપરાંત તેમણે વિધાનસભાનું પ્રસારણ લાઈવ થવા અંગે પણ ટિપ્પણી કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમાર જણાવ્યું હતું કે, હું આજે અમદૃાવાદૃ આવ્યો છું અને સંબોધન સંકલ્પ સભામાં આવ્યો છું . વડાપ્રધાન નરેદ્ર મોદૃી દૃેશમાં ફરી ફરીને ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર કરે છે. ટેલી પ્રોમ્પટર પર વાંચી વાંચીને સ્પીચ આપવામાં આવે છે. કોંગ્રેસ પણ ચૂંટણી લડી રહી છે. વિપક્ષ પણ મજબૂત રીતે લડી રહૃાો છે અને આવનારા સમયમાં અમારી સરકાર આવશે.

તેમણે કહૃાું કે, સંવિધાન સંકલ્પ સભામાં હું આજે આવ્યો છું. આ શહેરના તમામ લોકો સાથે અમે વાતચીત કરવાના છીએ. ૨૦ વર્ષથી અહીં તમામ એન્જીન ભાજપના છે. સ્થાનિક સ્વરાજ, વિધાનસભા અને લોકસભામાં ભાજપનું શાસન છે. પ્રધાનમંત્રી સમગ્ર દૃેશમાં ફરીને ડિજિટલ ઇન્ડિયાનો નારો બતાવે છે. હમણાં મેં એક પેપર વાંચ્યું કે ગુજરાત વિધાનસભામાં લાઈવ પ્રસારણ નથી થતું. ટેલીપ્રોમ્પટર પર વાંચીને બોલતા પ્રધાનમંત્રીના રાજ્યમાં શુ સ્થિતિ છે તે જોવા અમે આવ્યા છીએ. ભાજપના નેતાઓની સીડી આવી રહી છે. આગામી ચૂંટણી માટે કોંગ્રેસે તમામ તૈયારીઓ કરી દૃીધી છે. અમે ચૂંટણીપંચને પણ અનેક મુદ્દે રજુઆત કરી છે. લોકલ બોડીથી દૃેશમાં સરકાર હોવા છતાં ગુજરાતમાં ૧૦૦ માંથી ૩૮ બાળકો કુપોષિત પેદૃા થાય છે. યુવાનોને નોકરી નથી મળતી.

તેમણે વધુ જણાવ્યું હતું કે, બિહારમાં ઉંદૃર દૃા‚ પીવે છે અને ગુજરાતમાં ઉંદૃર ડ્રગ્સ ખાય છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય ભાજપમાં જાય તો મંત્રી બની જાય છે. હાર્દિૃક કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા તો ધારાસભ્ય બની ગયા. આ ડિજિટલમાં આપજો રીલ બને. હાર્દિૃક પટેલ કોંગ્રેસમાં હતો ત્યારે ધારાસભ્ય નહોતો. ભાજપ ગયો અને ધારાસભ્ય બની ગયો. કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જાય અને મંત્રી બની જાય છે. હાલમાં મોટાભાગના ધારાસભ્ય અને મંત્રી મૂળ કોંગ્રેસ છે.

તાજેરતરમાં ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે કેગનો રિપોર્ટમાં ખુલાસા થયા હતા. જે મુજબ રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થામાંથી ૩૫ ટકા જેટલો જથ્થો ગાયબ હતો. કુલ જપ્ત કરાયેલા ૬૫૧૦ કિલો ડ્રગ્સના જથ્થામાંથી ૪૧૭૭ કિલો ડ્રગ્સના જથ્થાનો જ હિસાબ મળે છે, જ્યારે ૨૩૩૨ કિલો ડ્રગ્સ ઉંદૃરો ખાઈ અને ચોરી ગયાનો જવાબ સામે આવ્યો હતો.

નોંધનીય છે કે, શહેરના બહેરામપુરા વિસ્તારમાં કનૈયા કુમારનો કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે પોલીસ પરમિશન ન મળવાના કારણે બાદૃમાં કાર્યક્રમને પાલડીમાં રાજીવ ગાંધી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો