ભાવેશ ઝીલિયા ફાયિંરગ કેસમાં ૬ આરોપીની અટકાયત, પોલીસે ગુથ્થી સુલઝાવી

મહેસાણા હાઈવે પર રવિવારે રાત્રે કુખ્યાત ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનર ગાડીને સ્કોર્પિયો ગાડીથી ત્રણ વાર ટક્કર માર્યા બાદ ફાયિંરગ કરી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. ત્યારે ભાવેશની ગાડીમાંથી પણ છ કારતૂસ ભરેલી રિવોલ્વર અને છરો મળી આવતાં તેની સામે પણ ગુનો નોંધી ત્રણ જણાની અટક કરાઈ હતી. આ ચર્ચાસ્પદ કિસ્સામાં મહેસાણા ન્ઝ્રમ્ પોલીસે ૬ આરોપીની અટકાયત કરી લીધી છે. જોકે, આનો માસ્ટરમાઇન્ડ જોરાવરિંસહ ઉર્ફે ભાણુભા પોલીસ પકડથી દૃૂર છે. આ હુમલામાં આરોપીઓએ બે સ્કોર્પિયો કાર અને એક બલેનો કારનો ઉપયોગ કર્યો હતો.

આ ચકચારી કેસમાં મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલે વિસ્તૃત માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ હુમલામાં એક સફેદરંગની સ્કોર્પિયો, એક કાળા રંગની સ્કોર્પિયો અને એક બલેનોમાં ૧૦થી ૧૧ જેટલા ઇસમો આ બનાવને અંજામ આપવા માટે પહોંચ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની વાત કરીએ તો, યુવરાજિંસહ, માંડલ (જેની પર બે ગુના નોંધાયા છે), શક્તિિંસહ ઉર્ફે લાલો (જેની પર એક ગુનો નોંધાયો છે), આર્યન પટેલ મહેસાણા (મૂળ પાટણનો રહેવાસી), દિગ્વિજય ઉર્ફે દિગુભા મહેસાણા (જેની પર ૪ ગુના નોંધાયા છે.), દેવેન્દ્ર ઝાલા, મહેસાણા (જેની પર ૪ ગુના નોંધાયા છે.), યુવરાજિંસહ ઉર્ફે ગગુભા (જેની પર ૨ ગુના દૃાખલ છે.) આ લોકોનો મુખ્ય હેન્ડલર જોરાવરિંસહ ઉર્ફે ભાણુભા છે. જેની પર સાત ગુના દાખલ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ હુમલો પ્રિપ્લાિંનગ સાથે થયો છે. આ આરોપીઓએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. કાવતરામાં આ લોકો ત્રણ ગાડીને લઈને આવ્યા હતા. જેમાં એક બલેનો ગાડીથી રેકી કરી હતી અને અન્ય બે ગાડીઓ હુમલા માટે રાખી હતી. ઘટનાને અંજામ આપીને આ લોકો અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા. પોલીસે વિવિધ ટીમો બનાવીને આ છ લોકોની ધરપકડ કરી છે. આ હુમલો કરવા પાછળનો મુખ્ય આરોપી જોરાવરિંસહ નથી પકડાયો. તે પકડાશે બાદ જ આ કાવતરાનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ હુમલો હત્યાનો પ્રયાસ હતો.

આ સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ આરોપીઓ વિસ્તારના જાણકાર હતા તેથી તેમને ખબર હતી કે ક્યાં સીસીટીવી કેમેરા છે અને ક્યાં પોલીસનો બંદૃોબસ્ત હોય છે. જેથી આ લોકોએ પોલીસથી બચવા માટે તેવી જ રીતે આ વિસ્તારનો ઉપયોગ કર્યો હતો. આ કોઈ સમાજની લડાઈ નથી પરંતુ આ બે લુખ્ખા ટોળકીઓની લડાઈ છે. આ આરોપીઓ કોઈ સભ્ય સમાજનો ભાગ નથી. આ લોકો જ‚ર પડે ત્યારે એક થઈ જાય છે અને સમાજમાં દહેશત ઉભી કરવાનું કામ કરે છે.

ચાણસ્માના ઝીલિયા ગામનો વતની ૩૨ વર્ષનો ભાવેશ બળદૃેવભાઈ રબારી રવિવારે સાંજે મહેસાણા આવ્યો હતો. જે બાદૃમાં નાગલપુરના તેના મિત્રો રબારી વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ અને રબારી કરણ બળદૃેવભાઈ રબારી સાથે હાઈવે પર આવ્યો હતો. પકવાન ડાઈિંનગ હોલ નીચે માધવી પાર્લર આગળ ગાડી ઊભી રાખી ભાવેશ ડ્રાઇિંવગ સીટ પર બેઠો હતો. વિપુલ તેની બાજુની સીટ પર બેઠો હતો અને કરણ માધવી પાર્લરમાં ગયો હતો. દરમિયાન રાત્રે સાડા આઠેક વાગ્યે એક સફેદ રંગની નંબર વગરની કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીમાં આવેલા શખ્સોએ મારી ભાવેશની ફોર્ચ્યુનર ગાડીને ત્રણેક વાર ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. આટલું જ નહીં બાદમાં તેમની પર બે રાઉન્ડ ફાયિંરગ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ભાવેશના ડાબા હાથના પંજા પર ઈજા થઈ હતી. જે બાદ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શ‚ કર્યો હતો.