બેંક ઓફ બરોડા આરસેટી (RSETI) ગોધરા દ્વારા ૧૪ દિવસીય નિઃશુલ્ક “જ્યુટ પ્રોડક્ટ ઉદ્યમી” તાલીમ કાર્યક્રમનું આયોજન: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬

પંચમહાલ, મંગળવાર:: ગ્રામીણ વિસ્તારના બેરોજગાર યુવક-યુવતીઓને આત્મનિર્ભર બનાવી સ્વરોજગાર તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે બેંક ઓફ બરોડા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI), ગોધરા દ્વારા એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા આગામી સમયમાં ૧૪ દિવસ માટે સંપૂર્ણ નિઃશુલ્ક “જ્યુટ પ્રોડક્ટ ઉદ્યમી” તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. “આજથી શીખો, કાલથી કમાવો!” ના સૂત્ર સાથે શરૂ થઈ રહેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને જ્યુટ (શણ) માંથી વિવિધ આકર્ષક અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ બનાવતા શીખવાડીને પગભર કરવાનો છે.

આ ૧૪ દિવસીય પ્રાયોગિક તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને નીચે મુજબની વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ અનુભવી ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે.જેમાં જ્યુટ આઇટમ્સ જેવી કે જ્યુટ બેગ, કાર્પેટ, રગ્સ, મેટ, વોલ હેંગિંગ, ટેબલ મેટ વગેરે ,ડેકોરેટિવ અને હોમ એપ્લાયન્સિસની વસ્તુઓ જેવી કે લેમ્પ શેડ, કેન્ડલ હોલ્ડર, બોટલ કવર, મેગેઝિન હોલ્ડર, જ્વેલરી બોક્સ, સ્વીંગ (હીંચકા) / ડેકોરેટિવ આઇટમ્સ વગેરે તથા ફેશન એક્સેસરીઝ જેવી કે હેટ, જ્વેલરી, બેલ્ટ, હેન્ડ ફ્રી પાઉચ અને રમકડાં વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવશે.

માત્ર પ્રોડક્ટ બનાવવી જ નહીં, પરંતુ તાલીમ બાદ ઉમેદવારો સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે ડિઝાઇનિંગ, બ્રાન્ડિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ તેમજ કિંમત નિર્ધારણ (પ્રાઇસિંગ) અને ઓનલાઇન વેચાણ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ તાલીમાર્થીઓને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ બિઝનેસ પ્લાન, બેંક લોન અને સરકારી યોજનાઓ હેઠળ રજિસ્ટ્રેશન માટેનું સંપૂર્ણ અને મફત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

તાલીમ કાર્યક્રમની મહત્વની વિગતો જોઈએ તો, જ્યુટ પ્રોડક્ટ ઉદ્યમી કોર્ષ  ૧૪ દિવસ નો છે.(સંપૂર્ણ પ્રાયોગિક તાલીમ અને મફત કિટ સાથે) જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ છે.બેચ શરૂ થવાની અંદાજિત તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ રહેશે.

કેવી રીતે અરજી કરવી? તાલીમ મેળવવા ઈચ્છુક તમામ ઉમેદવારોએ સંસ્થાના WhatsApp નંબર 90999 75899 પર ‘HI’ મેસેજ મોકલીને ફોર્મ મેળવી લેવાનું રહેશે અથવા આપેલા વોટ્સએપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જવાનું રહેશે.

વધુમાં  ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI), બેંક ઓફ બરોડા (બામરોલી રોડ બ્રાન્ચ) ની પાછળ,શિવમપાર્ક સોસાયટી, બામરોલી રોડ, ગોધરા, જિ. પંચમહાલ.

નિયામક, બેંક ઓફ બરોડા આરસેટી, ગોધરા (પંચમહાલ)ને વધુ માહિતી માટે સંપર્ક: 90999 75899 કરી શકાશે.