
ગોધરા વી ક્લબ ઓફ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ 323 f-1 અંતર્ગત ગોધરાની પાંચ ક્લબોની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઇ હતી. કાર્યક્રમમાં મહાનુભવો મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ પ્રમુખ વી. કાશ્મીરાબેન પાઠક, આઈ.પી. ડી.પી. વી હર્ષાબેન પંચાલ, વી વર્ષાબેન ભગત, વી મનીષાબેન માણકે ની અધ્યક્ષતામાં નવી ટીમની હોદ્દાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આગામી વર્ષ દરમિયાન સમાજસેવા, મહિલા સશક્તિકરણ તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્લબના સભ્યો મહાનુભવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા