
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓને એન એસ એસ માં રહેવાની ઈચ્છા હતી, તેઓ માટે ખાસ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પ્રોગ્રામ ઓફિસર ડો. અણસિંહ સોલંકી એન.એસ.એસ. શું છે..? તેની સ્થાપના ક્યાંરે થઈ …. ત્યાંથી માંડીને એનએસએસની વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. એનએસએસ પ્રાર્થના…એનએસએસ લક્ષ્ય ગીત…એન.એસ. એસ.ની પ્રવૃત્તિઓ સહિતની વિવિધ માહિતી વિદ્યાર્થીઓને અપાઇ હતી. આ પ્રસંગે એન.એસ.એસ.ના સિનિયર વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની લીડર કુ. પ્રાચી મુંજપુરા દ્વારા કરવામાં આવ્યું હતું.