
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો છે. ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના સૂત્ર સાથે આયોજિત આ મેળો નારી સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યો છે.
પાલનપુરના રામલીલા મેદાનમાં યોજાયેલા આ મેળામાં જિલ્લા તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલી સખી મંડળ અને સ્વસહાય જૂથોની બહેનો પોતાના હાથે બનાવેલી સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી રહી છે. અહીં હસ્તકલા, ઝવેરી કામ, ભરતગૂંથણ, ઘરઉપયોગી વસ્તુઓ, ખાદ્ય પદાર્થો સહિત અનેક પ્રકારની ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે મુકવામાં આવી છે. સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવતા મુલાકાતીઓ તરફથી મેળાને ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આથક રીતે સ્વાવલંબી બનાવવાનો છે. સ્વસહાય જૂથો દ્વારા તૈયાર થતી વસ્તુઓને બજાર પૂરું પાડવા રાજ્ય સરકાર આવા મેળાઓનું આયોજન કરે છે. આનાથી બહેનોને વ્યવસાય શરૂ કરવા અને આવક વધારવાની તક મળે છે. મેળામાં ભાગ લેનારી મહિલાઓએ જણાવ્યું કે, અહીં સીધા ગ્રાહક મળવાથી દલાલોની જરૂર પડતી નથી અને યોગ્ય ભાવ મળે છે. સ્ટોલ ધરાવતા વંદનાબેને કહ્યું કે, તેમના ગ્રુપમાં ૧૦ બહેનો કામ કરે છે અને તેઓ ઝવેરી, હસ્તકલા તેમજ ભરતગૂંથણની વસ્તુઓ બનાવે છે. સરકારી પ્રોત્સાહનથી તેઓ આથક રીતે આત્મનિર્ભર બન્યા છે. આવા મેળાઓથી તેમનો આત્મવિશ્ર્વાસ વયો છે અને વ્યવસાય વિસ્તારવાની તૈયારી છે.
ખરીદી કરવા આવેલા મીતા સોનીએ જણાવ્યું કે, આ મેળાઓ નારી સશક્તિકરણ માટે ઉપયોગી છે. અહીં ગુણવત્તાયુક્ત સ્વદેશી પ્રોડક્ટ્સ મળે છે, જેથી સ્થાનિક મહિલાઓને સીધો લાભ થાય છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર થાય છે.
આ મેળો માત્ર વેચાણ સુધી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓના સામાજિક-આથક ઉત્થાનનું માયમ છે. તેમાં વ્યવસાયિક કુશળતા વિક્સે, સ્વરોજગાર મળે અને પરિવારની આથક સ્થિતિ મજબૂત થાય છે. સાથે સમાજમાં મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો સંદેશ આપે છે.
રાજ્ય સરકાર ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને આગળ વધારવા સખી મંડળોની વસ્તુઓને પ્રોત્સાહન આપે છે. આવા મેળાઓથી ગ્રામ્ય બહેનોને મોટું બજાર મળે છે, તેમની પ્રતિભા સમાજ સમક્ષ આવે છે અને તેઓ આવક સાથે માન-સન્માન તેમજ આત્મવિશ્ર્વાસ મેળવે છે.
સશક્ત નારી મેળો, નારી સશક્તિકરણ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો મજબૂત પ્રયાસ છે. આ મેળા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, મેળામાં આવીને બહેનોની વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહન આપે. મહિલાઓની આથક સશક્તિ દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.