બાલાસિનોરમાં ટ્રાફિક નિયમો સામે સવાલો: બાઇકચાલકોને મેમો-ડિટેન, ઓવરલોડ રિક્ષા-ઈકોની તપાસ ક્યારે?

સામાન્ય વાહનચાલકોને મેમો, પેસેન્જર વાહનોને છૂટ? ટ્રાફિક પોલીસ સામે સવાલો.

બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને નિયમોનું પાલન કરાવવા કરવામાં આવી રહેલી કામગીરીને લઈને લોકોમાં સરાહના છે. જોકે, સાથે જ હવે ટ્રાફિક નિયમોના અમલમાં સમાનતા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર શહેરમાં હેલ્મેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઙઞઈ તથા વાહન વીમા જેવા દસ્તાવેજોની તપાસ દરમિયાન નિયમભંગ કરતા બાઇકચાલકોને મેમો આપવામાં આવે છે તેમજ કેટલીક પરિસ્થિતિમાં વાહનો ડિટેન પણ કરવામાં આવે છે. ટ્રાફિક સલામતી માટે આવી કામગીરી જરૂરી છે, પરંતુ લોકોનો સવાલ એ છે કે આ જ પ્રકારની ઝીણવટભરી તપાસ પેસેન્જર રિક્ષા અને ઈકો વાહનોની પણ કરવામાં આવે છે કે કેમ?

શહેરના રાજાપુરી દરવાજા વિસ્તારમાં પેસેન્જર રિક્ષા અને ઈકો વાહનોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડીને હેરફેર થતી હોવાની ફરિયાદો વચ્ચે આવા વાહનો સામે પણ નિયમિત તપાસ થવી જરૂરી છે. ખાસ કરીને રિક્ષા અને ઈકોના ઙઞઈ, વીમો, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો માન્ય છે કે નહીં, તેની તપાસ કરવામાં આવે છે કે નહીં? તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

રાજાપુરી દરવાજા સહિતના વિસ્તારોમાં પેસેન્જર વાહનો રસ્તા પર ઊભા રહી મુસાફરો બેસાડતા હોવાના કારણે ટ્રાફિકને અડચણ થતી હોવાની પણ ફરિયાદો છે. જો બાઇકચાલકો સામે નિયમોના ભંગ બદલ મેમો અને વાહન ડિટેન કરવાની કાર્યવાહી થઈ શકે છે, તો ઓવરલોડિંગ કરતા અથવા ટ્રાફિકમાં અડચણરૂપ બનતા પેસેન્જર વાહનો સામે પણ સમાન ધોરણે કાર્યવાહી કેમ ન થાય?

લોકોનો સવાલ સીધો છેનિયમો બાઇકચાલકો માટે જ છે કે રિક્ષા અને ઈકો સહિત તમામ વાહનો માટે? હેલ્મેટ, લાઇસન્સ, ઙઞઈ અને વીમાની તપાસ જ‚રી છે તો તે નિયમોનો અમલ દરેક વાહન માટે એકસરખી રીતે થવો જોઈએ.

ટ્રાફિક પોલીસની કામગીરીનો હેતુ માત્ર મેમો આપવાનો નહીં પરંતુ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ. તેથી બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા રાજાપુરી દરવાજા સહિતના મુખ્ય વિસ્તારોમાં પેસેન્જર રિક્ષા, ઈકો અને અન્ય વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરી ઓવરલોડિંગ, માન્ય દસ્તાવેજો, ઙઞઈ, વીમો તથા લાઇસન્સની તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ટાઉન પોલીસની ટ્રાફિક સુધારવાની કામગીરી આવકારદાયક છે, પરંતુ લોકોની અપેક્ષા છે કે કાયદો તમામ વાહનચાલકો માટે સરખો રહે અને નિયમભંગ કરનાર સામે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કાર્યવાહી થાય. હવે જોવાનું એ રહ્યું કે સામાન્ય બાઇકચાલકો બાદ ઓવરલોડ પેસેન્જર રિક્ષા અને ઈકો સામે પણ ટ્રાફિક પોલીસનો સપાટો ક્યારે પડે છે.