અનવરપુરા ગ્રામ પંચાયતમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

૯ સક્રિય ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું; આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે ૠઙઉઙ ફંડની ફાળવણી અંગે ચર્ચા કરાઈ.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તા. ૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ઝાલોદ તાલુકાના અનવરપુરા ગ્રામ પંચાયત ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયત અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

   આ બેઠકમાં અનવરપુરા ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ હરિસિંહભાઈ સંગાડા, તલાટી કમ મંત્રી પ્રવીણભાઈ બામણીયા, ગરાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. તૃષાર રખોલીયા, CHO પ્રફુલ મેરાવત, MPHW મનીષભાઈ પંચાલ, પિરામલ સ્વાસ્થ્યના રાજીવ કે., દીપાશુ, જિલ્લા લીડ પરેશ ઓડ, નિલેશ ભટ્ટ, ટીબી ચેમ્પિયન, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પરેશભાઈ ઓડ દ્વારા પિરામલ સ્વાસ્થ્યની કામગીરી અને ટીબી રોગ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ડો. તૃષાર રખોલીયાએ ટીબી રોગનાં લક્ષણો, સારવાર, આરોગ્યલક્ષી તકેદારીઓ અને સમયસર નિદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ટીબી ચેમ્પિયન દ્વારા ટીબી જાગૃતિ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ તથા ટીબી સામેની લડતમાં સમાજની ભાગીદારી અંગે માહિતી આપવામાં આવી હતી.

નવા ટીબીના દર્દીઓને યોગ્ય સારવાર માટે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ આશા વર્કર સાથે ખઙઇંઠ દ્વારા સંકલન કરીને દર્દીઓને જ‚રી સહયોગ પૂરો પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરેશભાઈ ઓડ અને નિલેશ ભટ્ટ દ્વારા ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનાવવા માટેની કામગીરી અને તેની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને સભ્યોની ઉપસ્થિતિમાં ૠઙઉઙ યોજના અંતર્ગત આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે ફંડની ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્યલક્ષી કામગીરી માટે ફંડની યોગ્ય ફાળવણી ઈ-સ્વરાજ પોર્ટલ પર કરવા જણાવાયું હતું. તલાટી કમ મંત્રી દ્વારા દર વર્ષે ગ્રામ પંચાયતના બજેટમાંથી પાંચ ટકા રકમ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવતી હોવાની માહિતી આપવામાં આવી હતી.

બેઠકના અંતે માનવતાભર્યા અભિગમ સાથે ઉપસ્થિત ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવામાં આવી હતી. જેમાં કુલ ૯ સક્રિય ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠક દ્વારા ટીબી મુક્ત ગ્રામ પંચાયતના નિર્માણ માટે આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયત અને સ્થાનિક સમુદાય વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.