કાલોલ તાલુકાની ૭૧ ગ્રામ પંચાયતો માટે સરપંચના હોદ્દાની રોટેશન ફાળવણી જાહેર: ચુંટણી અધિકારી અને કલેક્ટર  દ્વારા હુકમ પ્રસિદ્ધ

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહિયા (IAS) દ્વારા ગુજરાત ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી (અનામત હોદ્દાની વારાફરતી ફાળવણી) નિયમો-૧૯૯૪ હેઠળ કાલોલ તાલુકાની ૭૧ ગ્રામ પંચાયતો માટે સરપંચના હોદ્દાના રોટેશન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં ગરમાટો ફેલાઈ ગયો છે.

 રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓ અને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૫૧ની જોગવાઈઓ અનુસાર આ બેઠકો નવેસરથી વારાફરતી ફાળવવામાં આવી છે.

કાલોલ તાલુકાની એકંદર ૭૧ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની અનામત અને સામાન્ય બેઠકોની ફાળવણી નીચે મુજબ છે:

 અનુસૂચિત જાતિ (SC): કુલ ૫ બેઠકો (જેમાં ૩ બેઠકો સ્ત્રીઓ માટે અનામત)

 અનુસૂચિત આદિજાતિ (ST): કુલ ૮ બેઠકો (જેમાં ૪ બેઠકો સ્ત્રીઓ માટે અનામત)

 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC / OBC): કુલ ૧૮ બેઠકો (જેમાં ૮ બેઠકો સ્ત્રીઓ માટે અનામત)

 સામાન્ય સ્ત્રી (General Female): ૧૮ બેઠકો

 બિન-અનામત / સામાન્ય (General Unreserved): ૨૨ બેઠકો

 મુખ્ય ગ્રામ પંચાયતો અને ફાળવાયેલ બેઠકોનો પ્રકાર:

1. અનુસૂચિત જાતિ (SC) બેઠકો:

સ્ત્રી: આથમણા, ચોરા ડુંગરી, ગુસર

 સામાન્ય: બોરૂ, રીંછા

2. અનુસૂચિત આદિજાતિ (ST) બેઠકો:

સ્ત્રી: ઘોડા, જાંબુડી, રાયણીયા ટપીયા, ઉતરેડીયા

 સામાન્ય: કાદવીયા, કણેટીયા, રામનાથ, રતનપુરા

3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) બેઠકો:

સ્ત્રી: દેવચોટીયા, દેવપુરા, હિંમતપુરા, જંત્રાલ, કંડચ, કરોલી, કાતોલ, ખડકી

 સામાન્ય: મધવાસ, મેદાપુર, મીરાપુરી, મોકળ, નાંદરખા, નાની શામળદેવી, નારણપુરા, નેસડા, નેવરીયા, પલાસા

4. સામાન્ય સ્ત્રી બેઠકો:

એરાલ, કાલંત્રા, કાનોડ, ખંડેવાળ, મલાવ, પીંગળી, સગનપુરા, સાલીયાવ, સમા, સણસોલી, સાતમણા, શક્તિપુરા, શામળદેવી, સુરેલી, વાછાવડ, વરવાડા, વેજલપુર, વ્યાસડા અને ઝાંખરીપુરા.

5. બિન-અનામત (સામાન્ય) બેઠકો:

અડાદરા, અલાલી, અલવા, અંબાલા, બાકરોલ, બેઢીયા, ભાદરોલી (બુર્જગ), ભાદરોલી ખુર્દ, ભુખી, બોડીદ્રા, ચલાલી, દેલોલ, ડેરોલ ગામ, ડેરોલ સ્ટેશન, જેલી, કરાડા, ખંડોલી, પરૂણા, રાબોડ અને ઝેરના મુવાડા.

 તંત્ર દ્વારા આ હુકમની નકલ કાલોલ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને તમામ ગ્રામ પંચાયતોના તલાટી-કમ-મંત્રીઓને મોકલી આપીને તાત્કાલિક નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવા અને પ્રસિદ્ધિ અહેવાલ મોકલવા સૂચના આપવામાં આવી છે.