“જો આપણે પંજાબ જીતીશું, તો આપણે ભારત જીતીશું,” મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધી સમક્ષ ગર્જના કરી

તેમણે આગળ કહ્યું, “જેમ રાહુલ ગાંધીએ તાજેતરમાં રામલીલા મેદાનમાં લાખો લોકોને ભેગા કરીને મત ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તમામ પક્ષોને બોલાવીને આ સરકારને જાગૃત કરી હતી કે મત ચોરી થઈ છે અને આ સરકાર મત ચોરી કરતી સરકાર ચલાવી રહી છે. હું વિનંતી કરવા આવ્યો છું કે જા આપણે પંજાબ જીતીશું, તો આપણે આખું ભારત જીતીશું, આ મારો દાવો છે. વિજય અહીંથી શરૂ થવો જાઈએ, અને બધાએ સાથે ઊભા રહેવું જાઈએ. હું પંજાબના લોકોને સલામ કરું છું.”

આમ આદમી પાર્ટીની સરકાર પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું, “તમે લોકોએ તેમને મત આપ્યા અને તેમને સરકાર બનાવી, પરંતુ તેમણે તમારી સાથે દગો કર્યો.” તેમણે આમ આદમી પાર્ટીની સરકારને ડ્રગ્સથી ભરેલી સરકાર ગણાવી. તેમણે કહ્યું કે આ સરકારે યુવાનો અને ખેડૂતોને બરબાદ કરી દીધા છે. અહીં સત્તામાં રહેલી સરકાર ભ્રષ્ટ સરકાર છે. મેં આટલી ભ્રષ્ટ સરકાર પહેલા ક્યારેય જાઈ નથી. અહીંથી એકઠી થતી રકમ સીધી દિલ્હી જાય છે. તેમણે છછઁને ભાજપની બી-ટીમ ગણાવી. તેમણે કહ્યું કે અમે જ્યાં પણ જીતી રહ્યા છીએ, ત્યાં તેઓ તેમને ટેકો આપવા માટે જાય છે.

તેમણે એમ પણ કહ્યું કે સોનિયા ગાંધીએ મનમોહન સિંહને પોતે પીએમ બનવાને બદલે પીએમ બનાવ્યા. પંજાબના સૈનિકો અને ખેડૂતોએ દેશ માટે બધું જ આપ્યું છે. પીએમ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ સરકારે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. ખેડૂતોનો નાશ કરવા માટે તેઓ આ ત્રણ કાળા કાયદા લાવ્યા. પરંતુ પંજાબના ખેડૂતોએ લડાઈ લડી અને તેમને પાછા ખેંચવા માટે મજબૂર કર્યા.